આતંકવાદી તહવ્વવુર રાણાનો કેસ કોણ લડશે, જાણી લો વકીલનું નામ?

નવી દિલ્હીઃ મુંબઈ 26/11 આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. હવે તેને ભારતની કોર્ટમાં હાજર કરવામાં આવશે અને સજા કરવામાં આવશે. NIA એ આ અંગે માહિતી આપી કે, આતંકવાદી તહવ્વુર હુસૈન રાણાની દિલ્હીના પાલમ એરપોર્ટ પરથી સીધો કોર્ટમાં લઈ જવામાં આવશે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે, આતંકવાદી તહવ્વુર રાણાનો કેસ કોણ લડશે? ક્યો વકીલ તહવ્વુર રાણાની તરફેણમાં કેસ લડશે. આ રહી સંપૂર્ણ માહિતી….
કોણ બનશે આતંકવાદી તહવ્વુર રાણાનો વકીલ?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો, દિલ્હી કાનૂની સેવાઓના વકીલ પીયૂષ સચદેવા 26/11 મુંબઈ હુમલાના આતંકવાદી તહવ્વુર રાણાની તરફેણમાં કેસ લડવાના છે. તહવ્વુર રાણાને એરપોર્ટથી સીધા પટિયાલા હાઉસ કોર્ટ લઈ જવામાં આવશે. નોંધનીય છે કે, તહવ્વુર રાણાને સ્પેશિયલ NIA જજ ચંદ્રજીત સિંહની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, કેન્દ્ર દ્વારા 26/11 ના મુંબઈ હુમલા સંબંધિત ટ્રાયલ અને અન્ય કેસ ચલાવવા માટે એડવોકેટ નરેન્દ્ર માનને ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.
તહવ્વુર રાણા સામે કઈ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે?
મળતી વિગતો પ્રમાણે આતંકવાદી તહવ્વુર રાણાની IPCની કલમ 120B, 121, 121A, 302, 468, 471 અને UAPAની કલમ 16,18 અને 20 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, NIA દ્વારા 11મી નવેમ્બર 2009માં આ કેસ નોંધવામાં આવ્યો હતો. તહવ્વુર રાણાને એરપોર્ટથી બુલેટપ્રૂફ વાહનમાં NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવશે. એટલું જ નહીં પરંતુ દિલ્હી એરપોર્ટ પર દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. જેથી આતંકવાદીને સુરક્ષિત રીતે કોર્ટમાં હાજર કરી શકાય. NIA હેડક્વાર્ટરમાં આતંકવાદી તહવ્વુર રાણાની પૂછપરછ કરવામાં આવશે. તેની પૂછપરછ કરવા માટે ખાસ સેલ તૈયાર કરવામાં આવી છે. આ સેલમાં તપાસ સાથે સંકળાયેલા ફક્ત 12 સભ્યોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આમાં DG NIA સદાનંદ દાતે, IG આશિષ બત્રા, DIG જયા રોયને પણ સામેલ કરવામાં આવ્યાં છે. અન્ય કોઈને મંજૂરી વિના પ્રવેશ આપવામાં આવશે નહીં!