સ્પોર્ટસ

ઇંગ્લેન્ડને હરાવ્યા પછી હેનરિકે શું મેસેજ આપ્યો દુનિયાને, ખબર છે?

મુંબઇઃ દક્ષિણ આફ્રિકાની ટીમમાં દુનિયાના નંબર વન બેટ્સમેન/બોલર હોવા છતાં આજ સુધી ક્યારેય વન-ડે વર્લ્ડ કપ જીતી શક્યું નથી. વિશ્વ ક્રિકેટમાં સાઉથ આફ્રિકાની ટીમને ‘ચોકર્સ’ એટલે દબાણની પરિસ્થિતિમાં ન રમી શકનારા તરીકે ઓળખવામાં આવે છે. સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન હેનરિક ક્લાસેને કહ્યું હતું કે હવે દુનિયાને બતાવવાનો સમય આવી ગયો છે કે તે દબાણમાં કેટલી સારી રીતે રમે છે.

દક્ષિણ આફ્રિકાએ શનિવારે ઇંગ્લેન્ડ સામે 229 રનથી મોટી જીત નોંધાવી હતી. તેણે ઈંગ્લેન્ડને 400 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ અન્ય એક મેચમાં 400થી વધુ રન કર્યા હતા. ઈંગ્લેન્ડ સામે 67 બોલમાં 109 રનની શાનદાર ઈનિંગ રમનાર ક્લાસેનનું માનવું છે કે આ બંને મેચમાં તેની ટીમે બતાવ્યું કે તે દબાણમાં કેટલું સારું પ્રદર્શન કરી શકે છે.


ક્લાસેને મેચ પછી પત્રકારોને કહ્યું હતું કે જ્યારે વર્લ્ડ કપમાં અમારા પ્રદર્શનની વાત આવે છે ત્યારે કોઈએ અમારા પર આ લેબલ લગાવ્યું છે, પરંતુ અમે સારું ક્રિકેટ રમ્યા છીએ. નસીબે અમને સાથ આપ્યો નથી ચોક્કસપણે કેટલીક મેચોમાં અમે અમારી વ્યૂહરચના મુજબ અમલ કરવામાં સફળ રહ્યા નથી.


તેણે કહ્યું હતું કે જો તમે અમારું પ્રદર્શન જોશો તો અમે વર્લ્ડ કપના ઈતિહાસમાં ઘણી સારી મેચ રમી છે. તે આશ્ચર્યજનક નથી કે અમે સારું ક્રિકેટ રમી રહ્યા છીએ. અમારી વર્તમાન ટીમ છેલ્લા ત્રણ વર્ષથી સારું ક્રિકેટ રમી રહી છે. અમારા તમામ ખેલાડીઓ પરિપક્વ થઈ ગયા છે અને હવે વિશ્વને બતાવવાનો સમય આવી ગયો છે કે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ દબાણની સ્થિતિમાં ખૂબ સારું પ્રદર્શન કરે છે. અમે આ પહેલા પણ કર્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત