નેશનલ

હમાસ જેવી પરિસ્થતિ ઊભી થશે, સંજય રાઉતે કોને આપી શિખામણ?

મુંબઈ: ડ્રગ કિંગપિન લલિત પાટીલને લઈને મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે શિવસેના-યુબીટી પર આરોપ લગાવ્યો હતો કે ધરપકડ કરાયેલ ડ્રગ ડોન લલિત પાટીલ શિવસેના-યુબીટી નેતા હતા. હવે શિવસેના-યુબીટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના આરોપોનો જવાબ આપ્યો છે.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના આરોપો પર શિવસેના-યુબીટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે લલિત પાટીલનો શિવસેના સાથે કોઈ સંબંધ નથી. દેવેન્દ્ર ફડણવીસ, તમારી કેબિનેટમાં દાદા ભૂસે નામની વ્યક્તિ છે. તે લલિત પાટીલને શિવસેનામાં લઇ આવ્યા હતા અને તેમણે લલિત પાટીલને પોતાનો ખાસ માણસ કહ્યો હતો. પહેલા તે વ્યક્તિ ભાજપમાં જતો હતો અને તમે જ તેને ખેંચીને શિવસેનામાં લાવ્યા હતા. ખરેખર તો તે ક્યારેય શિવસેનાનો સભ્ય બન્યો જ નથી.

રાઉતે એમ પણ કહ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે લલિત પાટીલ શિવસેનાના નાસિક પ્રમુખ હતા. પરંતુ તેઓ ક્યારેય શિવ શેનાના સભ્ય પણ નહોતા. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાનો બેકઅપ મજબૂત કરવો જોઈએ, નહીં તો હમાસ જેવી સ્થિતિ થશે. ઈઝરાયલને પણ લાગ્યું કે તેનું બેકઅપ મજબૂત છે. કોઈ કેવી રીતે હુમલો કરી શકે? તમે પણ વિચારો છો કે તમારું બેકઅપ મજબૂત છે પરંતુ તમને ખબર નથી કે તમારી પીઠ પાછળ શું થાય છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથે વાત કરતા ધરપકડ કરાયેલા ડ્રગ ડોન લલિત પાટીલને શિવસેના-યુબીટીનો નેતા ગણાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button