દિલ્હીએ ફીલ્ડિંગ પસંદ કરી, આરસીબીને પ્રથમ બૅટિંગની તક…

બેંગલૂરુઃ અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે આઇપીએલ (IPL 2025)ના 24મા મુકાબલામાં દિલ્હી કૅપિટલ્સ (DC)ના કૅપ્ટન અક્ષર પટેલે (AXAR PATEL) ટૉસ (TOSS) જીતીને ફીલ્ડિંગ લીધી હતી જેને પગલે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ને પ્રથમ બૅટિંગ કરવાની તક મળી હતી. કૅપ્ટન અક્ષર હજી સુધી એક પણ મૅચ નથી હાર્યો. ડીસીએ ત્રણેય મૅચ જીતી લીધી છે. આ વખતની ટૂર્નામેન્ટમાં એકમાત્ર ડીસીની ટીમ અપરાજિત રહી છે.
રજત પાટીદારના સુકાનમાં આરસીબીએ ચારમાંથી એક મૅચમાં પરાજય જોયો છે અને ત્રણમાં વિજય થયો છે.
આરસીબીએ અગાઉની મૅચની પ્લેઇંગ-ઇલેવન જાળવી રાખી છે, જ્યારે દિલ્હીએ સમીર રિઝવીને બહાર રાખીને ફાફ ડુ પ્લેસીને ફરી ઇલેવનમાં સામેલ કર્યો છે.
પ્લેઇંગ ઇલેવનમાં કોણ-કોણ?
દિલ્હીઃ અક્ષર પટેલ (કૅપ્ટન), જેક ફ્રેઝર-મૅકગર્ક, ફાફ ડુ પ્લેસી, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટેન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપ્રાજ નિગમ, મિચલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પઃ અભિષેક પોરેલ, દર્શન નાલકંડે, કરુણ નાયર, સમીર રિઝવી, ડોનોવાન ફરેરા.
બેંગલૂરુઃ રજત પાટીદાર (કૅપ્ટન0, વિરાટ કોહલી, ફિલ સૉલ્ટ, દેવદત્ત પડિક્કલ, લિઆમ લિવિંગસ્ટન, જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જૉશ હૅઝલવૂડ, યશ દયાલ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પઃ સુયશ શર્મા, રસિખ સલામ, મનોજ ભંડાગે, જૅકબ બેથેલ, સ્વપ્નિલ સિંહ.