વડોદરા

વડોદરાની GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી…

વડોદરાઃ વડોદરામાં આવેલી GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. નોંધનીય છે કે, GIPCL કંપનીના અધિકારીને મેઈલમાં ધમકી મળી છે કે, કંપનીને બોમ્બથી ઉડાવી દઈશું. આ સમગ્ર બાબતને લઈને કંપનીએ પોલીસને જાણ કરી હતી જેથી SOG, ક્રાઈમ બ્રાંચ, PCB અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા અત્યારે બોમ્બ સ્કવોડની ટીમ પણ ઘટનાસ્થળે બોલવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનો સ્થળે દોડી આવ્યો
નોંધનીય છે કે, આ કંપની દ્વારા થર્મલ, રીન્યુએબલ એનર્જી અને માઈન્સનું કામ કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ સૌથી મોટો સોલર પ્લાન્ટ પણ આ કંપની પાસે છે. જેથી આવી ધમકી મળતી કંપનીના અધિકારીઓ ગભરાઈ ગયાં હતા અને સત્વરે પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે ઘટના સ્થળ પર આવીને તપાસ કરી પરંતુ શંકાસ્પદ કોઈ વસ્તુઓ મળી આવી નથી. જેથી કંપનીના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

હાલ સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથીઃ ડીસીપી
આ અંગે વિગતો આપતા ડીસીપી જે સી કોઠિયાએ જણાવ્યું હતું કે, GIPCLના એમડીને આ મેઇલ મળ્યો હતો. આ મેઈલની અંદર બોમ્બ મૂક્યો હોવાનું લખ્યું હતું. જેથી આ અંગેની પોલીસની જાણ થતાં એસઓજી, બીડીડીએસની ટીમ, લોકલ ટીમ, ડીસીપી ક્રાઈમ, એસઓજી ટીમ સહિતની ટીમોએ ઘટના સ્થળ પર પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કરી કરવામાં આવ્યું છે. પરંતુ હાલ સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી’ આ મેઇલ ક્યાંથી આવ્યો છે અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે? પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આપણ વાંચો : વડોદરામાં મગરનું ‘બેસણું’ યોજાયું, જાણો કોણે યોજી શોક સભા?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button