મનોરંજન

ફુલે ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી, સેન્સર બોર્ડે ફિલ્મમાં આ કટ્સ સૂચવ્યા

મુંબઈ: અનંત મહાદેવના નિર્દેશન હેઠળ બનેલી પ્રતિક ગાંધી અને પત્રલેખા સ્ટારર ફિલ્મ ‘ફુલે’ આવતી કાલે 11 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. હવે આ ફિલ્મની રિલીઝ બે અઠવાડિયા માટે મુલતવી રાખવામાં (Phule film release postponed) આવી છે. મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફુલેના જીવન અને સઘર્ષ પર આધારિત ફિલ્મ સામે કેટલાક બ્રાહ્મણ સંગઠનોએ વાધો ઉઠાવ્યો હતો, ત્યાર બાદ ફિલ્મ વિવાદોમાં ફસાઈ છે.

ફુલે ફિલ્મમાં પ્રતીક ગાંધી મહાત્મા ફુલેની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે પત્રલેખા સાવિત્રીબાઈ ફુલેની ભૂમિકામાં છે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતાં. અહેવાલ મુજબ આ ફિલ્મ હવે 25 એપ્રિલના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં 19મી સદીમાં જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફુલેએ જાતી અને લિંગ આધારિત ભેદભાવો સામે કરેલી લડત દર્શાવવામાં આવી છે.

આ સંગઠને ઉઠાવ્યો વાંધો:
બ્રાહ્મણ મહાસંઘના પ્રમુખ આનંદ દવેએ આક્ષેપ કર્યો છે કે ફિલ્મ ‘ફુલે’ જાતિવાદને પ્રોત્સાહન આપે છે. દિગ્દર્શક અનંત મહાદેવનને બ્રાહ્મણ સમુદાયો તરફથી સંખ્યાબંધ પત્રો મળ્યા હતાં. એક ઈન્ટરવ્યુંમાં અનંત મહાદેવને કહ્યું, “ટ્રેલર લોન્ચ થયા પછી કેટલીક ગેરસમજ ઉભી થઈ છે. અમે તે શંકાઓને દૂર કરવા માંગીએ છીએ જેથી દર્શકોને કોઈ મુશ્કેલી ન પડે.”
ફિલ્મના દિગ્દર્શક અનંત મહાદેવન અને તેના નિર્માતા રિતેશ કુડેચાએ ભૂતપૂર્વ રાજ્ય પ્રધાન છગન ભુજબળ સાથે મુલાકાત કરી હતી. રિતેશ કુડેચાએ ફિલ્મની રિલીઝ મુલતવી રાખવાની પુષ્ટિ કરી હતી. તેમણે એક નિવેદનમાં કહ્યું, ‘હા, ફિલ્મની રિલીઝ 25 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.’

આપણ વાંચો:  Nita Ambani-Rohit Sharmaનો એ વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાઈરલ, જોઈને યુઝર્સે કહ્યું…

સેન્ટ્રલ બોર્ડે સૂચવ્યા કટ્સ:
અહેવાલ મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફિલ્મના નિર્માતાઓને જાતિ વ્યવસ્થા અંગેના ડાયલોગને દૂર કરવા સહિત અનેક ફેરફારો કરવા જણાવ્યું છે. CBFCએ ‘મહાર’, ‘મંગ’, ‘પેશવાઈ’ અને ‘માનુવાદી જાતિ વ્યવસ્થા’ જેવા શબ્દોને દૂર કરવાની પણ માંગ કરી છે, આ શબ્દોને સંવેદનશીલ માનવામાં આવે છે. વધુમાં, કેટલાક સંવાદો બધા પ્રેક્ષકો માટે યોગ્ય રહે તે માટે તેમાં ફેરફાર કરવા જણાવવામાં આવ્યું છે.

સેન્સર બોર્ડે અગાઉ આ ફિલ્મને U પ્રમાણપત્ર સાથે મંજૂરી આપી હતી. ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મમાં કરવામાં આવેલા ઐતિહાસિક દાવાઓને સમર્થન આપતા યોગ્ય દસ્તાવેજો પણ રજૂ કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button