અમદાવાદ

અમદાવાદની ખારી કટ કેનાલની કાયાપલટનું કામ પુરજોશમા, બે વર્ષમા પૂર્ણ કરવાનો દાવો

અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના બ્રિટિશકાળમા નિર્માણ પામેલી 22 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલ નવા રૂપરંગ ધારણ કરી રહી છે. હાલ આ કેનાલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી બે વર્ષમાં તે પૂર્ણ થશે. અમદાવાદ જિલ્લાના રાયપુર ગામેથી શરુ થઈ ચંડોળા તળાવ સુધી વિસ્તરેલી ખારીકટ કેનાલ જળ-પ્રદૂષણ અને ગંદકીનો ભોગ બની હતી, જેથી સ્થાનિક રહેવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. આ સમસ્યાના ઉકેલરૂપે ગુજરાત સરકારે રૂપિયા 1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું નવનિર્માણ આરંભ્યુ છે. કેનાલને છ લેનવાળા રસ્તામાં રૂપાતંરિત કરવામાં આવી રહી છે.

આનંદ-પ્રમોદ માટે 40 સ્થળોએ ગ્રીન પેચનું નિર્માણ

આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાના એડીશનલ સિટી એન્જિનિયર રાકેશ બોડીવાલાએ જણાવ્યું હતું કે, ખારીકટ કેનાલના નવનિર્માણ અંતર્ગત 22 કિલોમીટરમાં પ્રિ-કાસ્ટ પેરાપેટ બોક્સ લગાવાશે. અને 40 બ્રિજને અપગ્રેડ કરાશે. આ ઉપરાંત નાગરિકોના આનંદ-પ્રમોદ માટે 40 સ્થળોએ ગ્રીન પેચનું નિર્માણ કરાશે.

બીજા તબક્કા માટે રૂ 1,003 કરોડને મંજૂરી આપી દીધી

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ બાદ ખારીકટ કેનાલ બીજો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જે શહેરને એક નવી ઓળખ આપશે. ખારીકટ કેનાલના વિકાસના પ્રથમ તબક્કામાં 12 કિલોમીટર લાંબા રસ્તા બનાવાશે. જેનું હાલ 80 ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજા તબક્કા માટે રૂ 1,003 કરોડને મંજૂરી આપી દીધી છે. 2027માં જ્યારે ખારીકટ કેનાલ પૂર્ણ થશે ત્યારે પૂર્વ અમદાવાદના નાગરિકોને નવું નજરાણું મળશે.

આપણ વાંચો:  પશ્ચિમ રેલ્વે વટવા અને હુબલી વચ્ચે ઉનાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવશે, આ રહી સંપૂર્ણ વિગતો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button