નેશનલ

‘શરબત જેહાદ’ શબ્દ બોલીને બાબા રામદેવ વિવાદમાં ફસાયા; લોકોએ ટ્રોલ કર્યા

મુંબઈ: યોગ ગુરુ બાબા રામદેવ ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. બાબા રામદેવનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે, બાબા રામદેવ પતંજલિની પ્રોડક્ટ્સનો પ્રચાર કરતા ‘શરબત જેહાદ’ શબ્દનો (Baba Ramdev Sharbat Jihad) ઉપયોગ કરે છે, લોકો આ બાબા રામદેવની ટીકા કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં રામદેવ દાવો કરે છે કે શરબત વેચતી અન્ય કંપનીઓની કમાણીનો એક ભાગ મસ્જિદો અને મદરેસા બનાવવા માટે વાપરવામાં આવે છે.

પતંજલિ પ્રોડક્ટ્સના હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોના કેપ્શનમાં હિન્દીમાં લખવામાં આવ્યું છે, “શરબત જેહાદના નામે વેચાતા ટોયલેટ ક્લીનર્સ અને ઠંડા પીણાંના ઝેરથી તમારા પરિવાર અને માસૂમ બાળકોને બચાવો. ફક્ત પતંજલિ શરબત અને જ્યુસ ઘરે લાવો.”

રામદેવનો દાવો:

આ વીડિયોમાં બાબા રામદેવ સોફ્ટ ડ્રિંક્સના ગેરફાયદા ગણાવતા જોવા મળે છે. બાબા રામદેવ જણાવે છે કે ઉનાળામાં તરસ છીપાવવાના નામે પીવામાં આવે છે, એ સોફ્ટ ડ્રિંક્સ ટોઇલેટ ક્લીનર જેવા છે, આ સોફ્ટ ડ્રિંક્સને ભારતીયોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. બાબા રામદેવ સોફ્ટ ડ્રિંક્સની તુલના ઝેર સાથે કરે છે.

આ પણ વાંચો: ઔરંગઝેબ મુદ્દે બાબા રામદેવે કહ્યું આદર્શ માનનારા મૂરખાઓ છે…

વધુમાં બાબા રામદેવ કહે છે, “બીજી તરફ શરબત વેચતી કંપનીઓ છે, જે કમાયેલા પૈસાનો ઉપયોગ મસ્જિદો અને મદરેસા બનાવવા માટે કરે છે.”

આ વિડીયોમાં બાબા રામદેવે દાવો કર્યો કે જો તમે તે કંપનીના શરબત પીઓ છો તો તે મસ્જિદો અને મદરેસાઓ માટે ભંડોળ એકત્ર કરવામાં મદદ કરો છો. તેમણે દાવો કર્યો કે જો તમે પતંજલિ શરબત પસંદ કરો છો તો તે ગુરુકુળ, આચાર્યકુળ, પતંજલિ યુનિવર્સિટીઓ અને ભારતીય શિક્ષણ બોર્ડને મદદ થશે.

લોકોએ રોષ ઠાલવ્યો:

બાબા રામદેવે “શરબત જેહાદ” શબ્દનો ઉપયોગ કરતા ઘણા યુઝર્સ રોષ ઠલવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે આરોપ લગાવ્યો કે બાબા રામદેવ આ રીતે લોકોમાં મુસ્લિમ સમુદાય પ્રત્યે દ્વેષ ફેલાવી રહ્યા છે.

X પર એક યુઝરે લખ્યું કે “લાલા રામદેવ, જે ઇસ્લામોફોબિયાનો ઉપયોગ વ્યવસાયિક સામ્રાજ્ય બનાવવા માટે માર્કેટિંગ સ્ટ્રેટેજી તરીકે કરી રહ્યા છે.”

આ પણ વાંચો: મુશ્કેલીમાં બાબા રામદેવ, કેરળ કોર્ટે જારી કર્યુ વોરંટ

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે બાબા રામદેવ દ્વારા અરબી શબ્દોનો ઉપયોગ કરવા બદલ મજાક પણ ઉડાવી હતી. એક યુઝરે લખ્યું કે “ગુલાબ અને શરબત શબ્દો અરબી ભાષામાંથી આવ્યા છે!!”

અન્ય એક X યુઝરે લખ્યું કે, “પણ… રૂહઅફ્ઝા તો ડાબરનું છે.. જે બર્મન પરિવારની માલિકીની છે…. તો વેચાણમાંથી મળતા પૈસા બર્મન પરિવાર મદરેસાઓમાં કેવી રીતે આપી શકે…?”

બાબા રામદેવના પતંજલિની પ્રોડક્ટ્સ સામે સામે કેસ:

પતંજલિ પર વિવિધ અદાલતોમાં ઘણા કેસ નોંધાયેલા છે. ખાસ કરીને કેરળમાં, ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ અધિનિયમ, 1954 ના ઉલ્લંઘન બદલ કેસોનો નોંધાયેલા છે. કંપની પર તેના ઉત્પાદનો વિશે ખોટા દાવા કરવાનો આરોપ છે. કંપનીએ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા અને કોવિડ-19 જેવા રોગોને મટાડવાના દાવા કર્યા હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button