IPL 2025

GT સામે હાર બાદ RRને વધુ એક મોટો ઝટકો; કેપ્ટન સહીત આખી પ્લેઈંગ-11ને દંડ ફટકારવામાં આવ્યો

અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 23મી મેચ ગઈ કાલે બુધવારે રાજસ્થાન રોયલ્સ(RR) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઈ હતી. આ મેચમાં RRની 58 રનથી કારમી હાર થઇ. પ્રથમ બેટિંગ કરતા GTએ સ્કોર બોર્ડ પર 217 રન ખડક્યા હતાં, ત્યાર બાદ રન ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ ફક્ત 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. હવે મેચ હાર્યા બાદ રાજસ્થાન રોયલ્સને વધુ એક ઝટકો લાગ્યો છે.

IPLની એક પ્રેસ રિલીઝ અનુસાર, ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સનો ઓવર રેટ ધીમો રહ્યો હતો. RRની ટીમે ચાલુ સિઝનમાં IPL આચારસંહિતાના કલમ 2.22 નું બીજીવાર ઉલંઘન કર્યું છે. આ કારણસર RRના કેપ્ટન સંજુ સેમસન પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ ઇલેવનમાં સામેલ તમામ ખેલાડીને 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા, જે રકમ ઓછી હોય એટલો દંડ ફટકારવામાં આવ્યો છે.

આપણ વાંચો:  હાર્દિક પંડ્યાને છૂટાછેડા આપ્યા પછી નતાશા સ્ટેનકોવિક શું કરે છે, જુઓ તસવીરો…

આ સિઝનમાં બીજીવાર ઉલંઘન:
નોંધનીય છે કે સંજુ સેમસનને આંગળીમાં ઈજા થઇ હોવાથી, આ સિઝનની પહેલી ત્રણ મેચમાં રિયાન પરાગે RRની કેપ્ટનશીપ કરી હતી. ચેન્નઈ સુપર કિંગ્સ સામેની સામેની RRની મેચમાં સ્લો ઓવર રેટ માટે રિયાન પરાગને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

રાજસ્થાન રોયલ્સ ટીમ વર્તમાન સિઝનમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કરી શકી નથી. RRએ આ સિઝનમાં પાંચ મેચ રમી છે, જેમાંથી ટીમ ફક્ત બે જ જીતી શકી છે, RR પાસે હાલ 4 પોઈન્ટ્સ છે, ટીમનો રનરેટ માઈનસ 0.733 છે. પોઈન્ટ ટેબલમાં RRની ટીમ સાતમા નંબરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button