આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈમાં અતિક્રમણનો સફાયો

મુંબઈ: દક્ષિણ મુંબઈના ફોર્ટ પરિસરમાં આવેલા મુખ્ય રોડ, સ્ટેશન રોડ તથા હૉસ્પિટલની બહાર અડિંગો જમાવીને અતિક્રમણ કરનારા ફેરિયાઓ સામે પાલિકાના ‘એ’વોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

‘એ’વોર્ડમાં સાબુ સિદ્દીક રોડથી કર્ણાક બંદર રોડ સુધીના રોડ પર અતિક્રમણ કરેલી લગભગ પચીસ દુકાનો બુધવારે તોડી પાડવામાં આવી હતી. એ સિવાય સીએસટી સ્ટેશન બહાર આવેલી જીપીઓની ઓફિસ બહાર તથા સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલની બહારના પરિસરમાં અતિક્રમણ કરનારી દુકાનો તથા ફેરિયાઓ સામે પણ કાર્યવાહી તથા જપ્તીના પગલા લેવામાં આવ્યા હતા.

સાબુ સિદ્દીક માર્ગથી કર્ણાક બદંર પુલ સુધીના રસ્તાના પર ગેરકાયદે વ્યવસાય કરીને રસ્તો રોકીને રાહદારીઓની સાથે જ વાહનચાલકોને પણ અડચણ આવી રહી હોવાની અનેક વખત ફરિયાદો આવી હતી. તેથી ‘એ’વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર જયદીપ મોરેના નેતૃત્વમાં અતિક્રમણ નિર્મૂલન વિભાગ દ્વારા પચીસ દુકાનો બુધવારે તોડી પાડવામાં આવી હતી.

આ પણ વાંચો: મુંબઈ મેટ્રો-ચાર અને 4A અંગે જાણો મહત્ત્વની અપડેટ, સ્ટેશનોને એફઓબીથી જોડાશે…

એ સિવાય જીપીઓની સામે ૧૨થી ૧૩ અને સેન્ટ જયોર્જ હૉસ્પિટલની ગલીમાં લગભગ ૨૦ લાઈસન્સવાળા દુકાનદારોએ તેમની જગ્યા કરતા વધુ જગ્યા લઈને તેના પર અતિક્રમણ કર્યું હતું. તેથી તેમના બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button