પશ્ચિમ રેલ્વે વટવા અને હુબલી વચ્ચે ઉનાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવશે, આ રહી સંપૂર્ણ વિગતો…

અમદાવાદઃ મુસાફરી માટે સૌથી સારૂ અને સસ્તુ માધ્યમ રેલવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો રેલવેમાં મુસાફરી કરતા હોય છે. રેલવે દ્વારા પણ મુસાફરોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. મુસાફરોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વટવા અને હુબલી વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક ઉનાળુ વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેના કારણે આ રૂટમાં મુસાફરી કરતા મુસાફરોને ઘણો ફાયદો થવાનો છે.
પશ્ચિમ રેલ્વેએ સાપ્તાહિક ઉનાળુ વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો
આ ટ્રેનની વિગતે વાત કરવામાં આવે તો, ટ્રેન નંબર 07334 વટવા-હુબલી સ્પેશિયલ 14 એપ્રિલ 2025 થી 16 જૂન 2025 સુધી દર સોમવારે વટવાથી 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19:45 કલાકે હુબલીથી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 07333 હુબલી -વટવા સ્પેશિયલ 13 એપ્રિલ 2025 થી 15 જૂન 2025 સુધી દર રવિવારે હુબલીથી 19:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18.45 કલાકે વટવાથી પહોંચશે. પશ્ચિમ રેલ્વે દ્વારા આ મુસાફરોની સુવિધા માટે આ ટ્રેન શરૂ કરી છે.
આ તારીખથી મુસાફરો ટ્રેનનું બુકિંગ કરી શકશે
માર્ગની વાત કરવામાં આવે તો, બંને દિશાઓમાં આ ટ્રેન આણંદ, વડોદરા, સુરત, વાપી, બોઈસર, વસઈ રોડ, કલ્યાણ, લોનાવાલા, પુણે, સાંગલી, મિરજ, કુડાલ, રાયબાગ, ઘટપ્રભા, ગોકાક રોડ, બેલગામ, લોંડા, અલનાવર અને ધારવાડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 07334 નું બુકિંગ 11 એપ્રિલ 2025થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના અને તેની અન્ય દરેક બાબતોની મુસાફરોને જાણ હોવી જરૂરી છે.
આપણ વાંચો : Good News: Western Railway પર પ્રવાસીઓને મળશે સાફ-સુથરા ટોઈલેટ્સ, રેલવેએ હાથ ધરી કવાયત…