iPhone લવર્સ માટે બેડ ન્યૂઝઃ હવે 1 નહીં આટલા લાખમાં પડી શકે છે આઈફોન, જાણો કેમ?

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીને કારણે સમગ્ર દુનિયામાં મોટી ઉથલપાથલ થઈ રહી છે, તેમાંય વળી ખાસ કરીને ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોર ઊભું થયું છે. આમને સામને ટેરિફ લાદવામાં આવ્યા પછી બંને દેશ વચ્ચે વધુ વિકટ સંજોગો ઊભા થયા છે, તેમાંય વળી ચીન અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને કારણે અમુક જાણીતી વસ્તુઓના વપરાશમાં ખેંચ ઊભી થઈ શકે છે, જ્યારે આગામી દિવસોમાં મોંઘી થઈ શકે છે.
હાલના તબક્કે તો આઈફોન યૂઝર યા શોખીન માટે આગામી દિવસોમાં વધુ મોંઘો થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે રેસિપ્રોકલ ટેરિફ પોલિસી જાહેર કરી ત્યારે દાવો કરવામાં આવ્યો હતો ટેરિફ નીતિને કારણે અમેરિકામાં નોકરીઓ આવવાની સાથે ફેક્ટરીઓ પાછી બનાવવામાં આવશે, પરંતુ ટેકનોલોજીના નિષ્ણાતોનું માનવું છે કે એનાથી સ્માર્ટફોન્સની કિંમતમાં વધારો થઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આઈફોનનું ઉત્પાદન થાય તો તેની કિંમત 3,500 ડોલર (3.5 લાખ રુપિયા) સુધી પહોંચી શકે છે, જે અત્યારના ભાવ કરતા ત્રણ ગણા વધારે છે. આઈફોન મોંઘો થવાના એક નહીં અનેક કારણ છે. અમેરિકામાં ઉત્પાદનના ખર્ચમાં વધારો થશે. એશિયામાં વર્તમાન સપ્લાય ચેઈનને અમેરિકામાં સામેલ કરવા માટે લગભગ 30 અબજ ડોલરનો ખર્ચ થશે અને ઉત્પાદનના દસ ટકા સ્થળાંતર કરવામાં વર્ષો પણ લાગી શકે છે.
હાલના તબક્કે આઈફોનની વિવિધ સામગ્રી પૈકી તાઈવાન, દક્ષિણ કોરિયા અને ચીનમાં બનાવવામાં આવે છે, જ્યારે 90 ટકા આઈફોન ચીનમાં એસેમ્બલ કરવામાં આવે છે. આ સંજોગોમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ભરખમ ટેરિફને કારણે ટ્રેડવોર થઈ શકે છે, તેને કારણે આઈફોનના ભાવમાં વધારો થઈ શકે છે. અહીં એ જણાવવાનું કે ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે એપલના શેરમાં અગાઉથી 25 ટકાનો ઘટાડો થયો છે. અમેરિકાએ 104 ટકા ટેરિફ ચીન પર લાદ્યા પછી ચીને પણ વળતો જવાબ આપતા અમેરિકાની વસ્તુઓ પર 84 ટકા ટેરિફ લાદ્યો છે.
આપણ વાંચો : આ ભિખારીએ રોકડા આપી ખરિદ્યો iPhone 16 Pro Max: જૂઓ વીડિયોમાં શું કહે છે