ગુજરાતમાં એકસાથે 16 આઈએએસ અધિકારીની બદલી, જોઈ લો યાદી…

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે. એક પછી એક બદલીના આદેશ કરવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આઈપીએસ અને આઈએએસની બદલીના આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. આજે ફરી ગુજરાત રાજ્ય સરકારે 16 આઈએએસની બદલી કરવાનો આદેશ કર્યો છે. આ યાદીની વાત કરવામાં આવે તો, તેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ઉચ્ચ અભ્યાસ કમિશનર તરીકે ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. આ સાથે ઉત્તર ગુજરાત વિજ કંપની લિ. ના મેનેજિંગ ડિરેક્ટર IAS અરુણ મહેશ બાબુની વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.
કયાં આઈએએસ અધિકારીની બદલી ક્યા કરવામાં આવી?
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાની બદલી કરીને હાયર એજ્યુકેશનના કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. ડો. એન.કે.મીનાની ભાવનગર મહાનગર પાલિકાના કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તુષારકુમાર ભટ્ટની પાટણના જિલ્લા કલેક્ટર તરીકે, મનીષ કુમારની ભાવનગરના કલેક્ટર તરીકે, અરૂણ મહેશ બાબૂની વડોદરા કોર્પોરેશનના કમિશનર તરીકે અને આર.આર ડામોરની ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટમાં સંયુક્ત સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ સાથે અરવિંદ વીની ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે નેહા કુમારીની મિશન ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશનમાં નિમણૂક કરવામાં આવી છે. જ્યારે તેમની જગ્યાએ એટલે કે મહીસાગરના કલેક્ટર તરીકે અર્પિત સાગરને મુકવામાં આવ્યાં છે. શાલિની દુહનની ડાંગ-આહવાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભવ્ય વર્માની વલસાડના કલેક્ટર તરીકે મુકલામાં આવ્યાં, મનીષ ગુરવાનીને રાજકોટ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર બનાવવામાં આવ્યા, ગૌરવ દિનેશ રમેશની સુરત મહાનગર પાલિકાના નાયબ કમિશનર બનાવામાં આવ્યાં, સુરભી ગૌતમને વડોદરા મહાનગર પાલિકાના કમિશનર બનાવવામાં આવ્યા અને ડો. પ્રશાંત જિલોવાને અમદાવાદ કોર્પોરેશનના રિઝનલ કમિશનર બનાવવામાં આવ્યાં છે.