આમચી મુંબઈ

પ્રધાનો-ટોચના અધિકારીઓના આઈ-પેડ પાછળ મહારાષ્ટ્ર સરકાર ખર્ચશે 1.16 કરોડ રૂપિયા…

મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં ઈ-કેબિનેટ સિસ્ટમને અમલ કરવા માટે રાજ્યના બધા જ પ્રધાનો અને પસંદગીના સિનિયર અધિકારીઓ માટે એપલના આઈપેડ ખરીદવા માટે 1.16 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, એમ બુધવારે બહાર પાડવામાં આવેલા સરકારી આદેશ (જીઆર)માં જણાવવામાં આવ્યું છે.

ટચસ્ક્રિન ટેબલેટ પીસી ખરીદવાના પગલાંથી વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે અને કેબિનેટની બેઠકો પેપરલેસ પદ્ધતિએ આયોજિત કરવામાં મદદરૂપ થશે, એમ તેમાં જણાવવામાં આવ્યું છે. સામાન્ય વહીવટ ખાતા દ્વારા ત્રીજી એપ્રિલે બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્ય સચિવે પચાસ આઈપેડની ખરીદી માટે એક પ્રસ્તાવ મોકલી આપ્યો છે.

આ ઉપકરણોની ખરીદી ઊદ્યોગ, ઊર્જા અને શ્રમ ખાતા દ્વારા નિર્ધારિત માપદંડોને આધારે કરવામાં આવશે, એમ પણ તેમાં જણાવવામાં આવ્યું છે. આઈપેડ એસેસરીસ અને ટેક્સ સહિત 1,16,65,000ની કિંમતમાં ખરીદવામાં આવશે. આ ઉપકરણોની ખરીદી કેબિનેટ પ્રધાનો અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સના સભ્યો માટે કરવામાં આવશે, એમ તેમાં કહેવામાં આવ્યું છે.

નાણાં ખાતાના સૂત્રો દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે આઈપેડ એપલની મોંઘી શ્રેણીના અને એક કે બે ટીબીની સ્ટોરેજ ધરાવતા હોવાની શક્યતા છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button