યુઝવેન્દ્ર ચહલ અને મહવશ વચ્ચેનું અફેર ‘કન્ફર્મ’: પંજાબની ટીમ જીત્યા પછી શું કર્યું?

ધનશ્રી વર્માથી છૂટાછેડા પછી યુઝવેન્દ્ર સિંહ ચહલ આરજે મહવશને ડેટ કરી રહ્યા હોવાની અફવાઓ હોવાનું લોકોએ જણાવ્યું હતું. જોકે, ગઈકાલે મહવશ ચેન્નઈ સુપર કિંગ્સ સામે ચહલની ટીમ પંજાબ કિંગ્સનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. તેણે સ્ટેડિયમની તસવીરો પણ શેર કરી છે અને ચહલ માટે એક ખાસ પોસ્ટમાં પોતાના દિલની વાત લખી હતી.
તમને જણાવી દઈએ કે મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ હતી. મુલ્લાપુરના ન્યૂ પીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ચહલની ટીમ પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 18 રનથી હરાવ્યું. મેચ દરમિયાન, મહવશ પણ સ્ટેડિયમમાં ખૂબ જ ઉત્સાહી જોવા મળી હતી. તે ચહલની ટીમનો ઉત્સાહ વધારતી જોવા મળી હતી. જે બાદ તેમના અફેરના સમાચારો જાણો કન્ફર્મ થઈ ગયા છે.
સ્ટેડિયમમાંથી ચીયરિંગ કરતી વખતે પોતાની તસવીરો શેર કરતી વખતે, આરજે મહવશે કેપ્શનમાં લખ્યું હતું કે કોઈક જે તમને દરેક સારા અને ખરાબ સમયમાં ટેકો આપે અને તમારી પાછળ મજબૂતીથી ઊભા રહે! અમે બધા તમારા માટે અહીં છીએ.
આરજે મહવશે તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે જેમાં તેણે લખ્યું છે કે આ વર્ષે અમે પંજાબ કિંગ્સને સપોર્ટ કરી રહ્યા છીએ કારણ કે અમે શિષ્ટાચાર સાથે મિત્રતા જાળવી રાખીએ છીએ, આ સાથે તેણે બેકગ્રાઉન્ડમાં એક ગીત વગાડ્યું છે, તુ મેરે હુકમ કા ઇક્કા, તુ હી મેરી ક્રિકેટ કા છગ્ગા.
મહવશે ચહલ સાથે એક સેલ્ફી પણ શેર કરી છે. જેમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ જોઈને, તેમના અફેરની અફવાઓએ જોર પકડ્યું છે. ચાહકો પણ આરજે મહવશની આ પોસ્ટ પર કમેન્ટ્સ કરી હતી, જેમાં એકે તો લખ્યું હતું કે ભાઈઓ ભાભી-2 મળી ગઈ. બીજાએ લખ્યું, “ભાભી 2. જ્યારે અન્યએ લખ્યું હતું કે ‘હવે કન્ફર્મ થઈ ગયું.
આપણ વાંચો : કોણ છે આરજે મહવશ? યુઝવેન્દ્ર ચહલ સાથે કેમ જોડાઈ રહ્યું છે નામ…