ઇન્ટરનેશનલનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી મંદીના ભણકારા, સોનાના ભાવમા વધારો થયો

મુંબઈ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી સમગ્ર વિશ્વના શેરબજારમા હાહાકાર મચ્યો છે. શેરબજારોના સતત ઘટાડાના લીધે રોકાણકારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જેના પગલે સમગ્ર વિશ્વ આર્થિક મંદીની આશંકા વ્યક્ત કરવામા આવી રહી છે. તેવા સમયે હવે મેટલમાં તેજી જોવા મળી રહી છે. બુધવારે ટ્રેડિંગ સત્રની શરૂઆતમાં સોનાની જબરદસ્ત ખરીદી જોવા મળી. બુધવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવ 87,998 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઊંચા સ્તરે ખુલ્યા અને ખુલતાની થોડી મિનિટોમાં જ 88,396 રૂપિયાના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયા.

અનિશ્ચિતતામાં સોનુ સલામત વિકલ્પ

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં વધારો થયો. કોમેક્સ પર સોનાના ભાવમાં વધારો નોંધાયો અને તે લગભગ 3,021 પ્રતિ ઔંસ ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે હાજર સોનાનો ભાવ પ્રતિ ઔંસ 3,008 ડોલર પર પહોંચી ગયો. આજે સોનાના ભાવમા વધારા અંગે નિષ્ણાતોઓએ જણાવ્યું હતું કે, “અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધના તણાવને કારણે આર્થિક મંદીના ભય વચ્ચે આજે સોનાના ભાવમાં વધારો થયો છે. આર્થિક અનિશ્ચિતતામાં સોનાને સલામત વિકલ્પ માનવામાં આવતો હોવાથી લોકો સોનામાં વધુ રોકાણ કરી રહ્યા છે.

ભારતીય શેરબજારમા ઘટાડો

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી ટેરીફ પોલિસી લાગુ કરતા વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા સર્જાઈ છે, જેને કારણે દુનિયાભરના શેર માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. એવામાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું. આજે બુધવારે સેન્સેક્સ 123 પોઈન્ટ ઘટાડા સાથે 74,103.83 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 50 આજે 75.55 પોઈન્ટ ઘટીને 22,460.30 પર ખુલ્યો હતો.

આપણ વાંચો:  ‘અમે સંપૂર્ણ રીતે તૈયાર…’ ટ્રમ્પના 104% ટેરિફ સામે ચીન ભરી શકે છે આવા પગલા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button