ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચરમસીમાએ, અમેરિકન બજારમા મોટો ઘટાડો, ભારતીય શેરબજારમા જોવા મળશે આ અસર…

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી સમગ્ર વિશ્વના શેરબજારોમાં હાહાકાર મચ્યો છે. તેમજ કરોડો રૂપિયાની સંપત્તિનું ધોવાણ થયુ છે. જોકે, આ વલણ હજુ પણ ચાલુ રહે તેવી શક્યતા છે. તેવા સમયે હવે
અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર ઘેરું બની રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર લાદવામાં આવેલા ટેરિફના જવાબમાં ચીને પણ અમેરિકા પર 34 ટકા ટેરિફ લગાવ્યો હતો.

ટ્રમ્પે 8 એપ્રિલ સુધીમાં તેને પાછો ખેંચવા કહ્યું હતું. જેની માટે ચીન સંમત થયું ન હતું. હવે અમેરિકાએ ચીનથી આયાત થતા માલ પર 104 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નવો ટેક્સ 9 એપ્રિલની મધ્યરાત્રિથી અમલમાં આવ્યો છે. ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વોરની અસર નવા સ્તરે પહોંચતા અમેરિકન બજાર પર જોવા મળી છે.

મંગળવારે સતત ચોથા દિવસે યુએસ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. S&P 500 લગભગ એક વર્ષમાં પહેલી વાર 5,000 ની નીચે બંધ થયો. ઇન્ડેક્સ હવે 19 ફેબ્રુઆરીના રેકોર્ડ ઊંચા સ્તરથી 18.9 નીચે છે, જે 20 ટકાના ઘટાડાની નજીક છે જે મંદીના સંકેત આપશે. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 320 પોઇન્ટ ઘટીને 37,645.59 પર બંધ થયો. S&P 500 1.57 ટકા ઘટીને 4,982.77 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 2.15 ટકા ઘટીને 15,267.91 પર બંધ રહ્યો.

આ પણ વાંચો: US VS China: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર વકર્યું, અમેરિકાએ ચીનને આપી ચેતવણી…

ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલી શકે છે

જો આપણે SGX અથવા GIFT NIFTY પર નજર કરીએ તો, 7 વાગ્યે તે 241 પોઈન્ટ અથવા 1.07 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. SGX અથવા GIFT NIFTY એ ભારતીય બજાર નિફ્ટી 50 નું સૂચક છે. આ તે કેવી રીતે ખુલશે તેનો સંકેત આપે છે. અત્યાર સુધીની આગાહી મુજબ એવા સંકેતો છે કે બજાર ઘટાડા સાથે ખુલી શકે છે. આનો અર્થ એ થયો કે આજે ભારતીય શેરબજારમાં ફરી ઉથલપાથલ જોવા મળી શકે છે.

આરબીઆઈની નીતિની અસર પણ દેખાશે

આજે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ તેની નીતિ જાહેર કરશે. આમાં આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા ફુગાવો, જીડીપી વૃદ્ધિ દર, રેપો રેટમાં ઘટાડા સહિત અર્થતંત્રની સ્થિતિ જેવી વિવિધ આગાહીઓ વિશે માહિતી આપશે. તેની અસર બજાર પર પણ દેખાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button