વડોદરા

જીસેકમાં નોકરી મેળવવા એપ્રેન્ટીસોનુ આંદોલન યથાવત, વધુ એક ઉમેદવારની તબિયત લથડી…

અમદાવાદઃ ગુજરાતમા જીસેકમાં નોકરી મેળવવા એપ્રેન્ટીસ ઉમેદવારો છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે મંગળવારે સાતમા દિવસે વધુ એક ઉમેદવારની ઉપવાસ કરવાને કારણે તબિયત લથડતા દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા.

તંત્ર દ્વારા તેમને કોઈ મચક આપવામાં આવતી નથી
રાજ્યભરના જીસેક એપ્રેન્ટીસ અસંખ્ય ઉમેદવારો 2022થી નોકરી અંગે અવારનવાર આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે તેમની ધીરજનો અંત આવ્યો છે. વિદ્યુત ભવન બહાર ધરણા ઉપવાસ અને ભૂખ હડતાલ પર ઉતરતા સાતમા દિવસે વધુ એક એપ્રેન્ટિસની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. છતાં પણ તંત્ર દ્વારા તેમને કોઈ મચક આપવામાં આવતી નથી.

છેલ્લા ત્રણ વર્ષમાં આ જગ્યાઓ વધીને 1200 થઈ ગઈ
જ્યારે બીજી બાજુ એપ્રેન્ટિસ ઉમેદવારો પણ મક્કમતાથી વિદ્યુત ભવન બહાર દીવાલો પર બેનરો બાંધી ધોમધખતા તાપમાં પોતાની માંગણીઓ અંગે ઉપવાસ આંદોલન અને ભૂખ હડતાલ પર યથાવત રહ્યા છે. ગત 2022માં કુલ 800 જગ્યાઓ ભરવાની હતી. પણ હવે છેલ્લા ત્રણ વર્ષમાં આ જગ્યાઓ વધીને 1200 થઈ ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button