મહારાષ્ટ્ર

એમએમઆરડીએએ 4 લાખ કરોડ રૂપિયાના એમઓયુ કર્યા: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્ર માટે આજે ઐતિહાસિક દિવસ છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ દેશના સૌથી મોટા એમઓયુ માટે હસ્તાક્ષર સમારોહનું આયોજન કર્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે એક જ સમયે 4 લાખ 7 હજાર કરોડ રૂપિયાના સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

જિયો વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત ઇન્ડિયા ગ્લોબલ ફોરમ 2025માં વિવિધ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા પછી શિંદે બોલી રહ્યા હતા.

શિંદેએ જણાવ્યું હતું કે એમએમઆરડીએએ આરઈસી લિમિટેડ, જે વીજળી મંત્રાલયની મહારત્ન કંપની છે, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (હુડકો), ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન, નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ જેવી કંપનીઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. મિનિરત્ન, મહારત્ન અને નવરત્ન કંપનીઓ સાથે થયેલા એમઓયુ સાથે આ એમઓયુનું મહત્વ ઘણું વધ્યું છે. આ એમઓયુ એમએમઆર (મુંબઈ મેટ્રોપોલિટન રિજન)માં માળખાકીય વિકાસને વેગ આપશે. ત્રણ વર્ષમાં દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં 20 લાખ કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે એક મોટો રેકોર્ડ છે. આ વર્ષે, એમએમઆરડીએએ દાવોસમાં 3.5 લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને તેનો અમલ કર્યો છે. આ એમઓયુ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોના વિકાસને મોટો વેગ આપશે.

ભારત હવે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (જીસીસી) હબ તરીકે ઉભરી આવ્યું છે તેમ જણાવતા શિંદેએ ઉમેર્યું હતું કે બેંગ્લોર, હૈદરાબાદ, પુણે અને ગુડગાંવમાં 1,500 થી વધુ જીસીસી કાર્યરત છે. ગૂગલ, એમેઝોન, ગોલ્ડમેન સાકશ અને જેપી મોર્ગન જેવી વિશ્ર્વભરની મોટી કંપનીઓ ભારતમાં કાર્યરત છે. આજે પુણેમાં એક નવું જીસીસી શરૂ કરવામાં આવ્યું છે, જે ભારતના યુવાનોને વિશ્ર્વની સૌથી મોટી કંપનીઓ સાથે કામ કરવાની તક આપશે. જીસીસી દ્વારા વૈશ્ર્વિક સ્તરે ભારતની ક્ષમતાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. લાખો ભારતીય ઇજનેરો, આઇટી નિષ્ણાતો અને કુશળ યુવાનોને જીસીસીમાં તકો મળી રહી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), રોબોટિક્સ અને ડેટા એનાલિટિક્સ જેવા અત્યાધુનિક ક્ષેત્રોમાં ભારતને વૈશ્ર્વિક નેતા બનાવવાની તક છે. એમએમઆર ક્ષેત્રનો ધ્યેય 2030 સુધીમાં 300 બિલ્યનના જીડીપી સુધી પહોંચવાનો છે. આ માટે 135 બિલ્યનના રોકાણની જરૂર છે. આનાથી બીજા 28થી 30 લાખ લોકોને રોજગાર મળશે. રાજ્યે છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે. વિશ્ર્વ કક્ષાની માળખાકીય સુવિધા, કુશળ માનવશક્તિ અને મજબૂત શાસને મહારાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વ્યવસાયો માટે એક પસંદગીનું સ્થળ બનાવ્યું છે. ઇલેક્ટ્રિક મોબિલિટી, લોજિસ્ટિક્સ, સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગ અને એઆઈ, હેલ્થટેક અને એડટેક જેવા ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભારતના પાંચ ટ્રિલ્યન ડોલરના ડિજિટલ અર્થતંત્રના લક્ષ્ય તરફ આ બધી પહેલ મહત્વપૂર્ણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button