આમચી મુંબઈ

મુંબઈને પાણીની સમસ્યામાંથી ઉગારવા કેન્દ્ર હસ્તક્ષેપ કરે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્ર સરકારના એક પ્રધાન અને ભાજપના નેતાએ કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયને પત્ર લખીને મુંબઈમાં પાણીની ગંભીર સમસ્યાના નિરાકરણમાંથી ઉગારવાની અપીલ કરી છે. કેન્દ્રીય ભૂજળ પ્રાધિકરણના પરવાના માટે મુંબઈ મનપા દ્વારા ટેન્કરચાલકોની સતામણી કરવામાં આવી રહી છે, એવો આરોપ પણ ભાજપના વિધાનસભ્યે કર્યો છે.

મુંબઈનું વૉટર ટેન્કર એસોસિયેશન 10 એપ્રિલથી 2,500 વૉટર ટૅન્કરની સેવા બંધ કરી રહ્યું છે. કેન્દ્રીય ભૂજળ પ્રાધિકરણ પાસેથી વૉટર ટૅન્કરે પરમિટ લેવી આવશ્યક બનાવવામાં આવી છે. જોકે, આ પરમિટ મેળવવા માટે અનેક શરતો અને નિયમો છે.

આ પણ વાંચો: જળયુક્ત શિવારના ત્રીજા તબક્કાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા મહારાષ્ટ્રમાં 14 લાખ પાણી પુરવઠા કાર્યાલયોનો સર્વે કરવામાં આવશે

મુંબઈ મનપા દ્વારા સ્થાનિક અધિકારી અને સ્થાનિક પોલીસ દ્વારા વારંવાર ટૅન્ક ચાલકોની સતામણી કરવામાં આવે ચે. આને કારણે અત્યાવશ્યક હોવા છતાં પાણી પુરવઠામાં અવરોધ ઊભા થાય છે. આથી કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓમાં ચર્ચા સુલબ બનાવવાની વિનંતી વિધાનસભ્ય દ્વારા કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button