રેડ ડીપનેક ગાઉન પહેરીને ટીવીની સંસ્કારી બહુએ દેખાડી એવી અદાઓ કે…

ટીવીની સૌથી સંસ્કારી અને સુંદર બહુ ગણાતી હિના ખાન જ્યારથી બ્રેસ્ટ કેન્સરનો શિકાર થઈ છે ત્યારથી તે સતત લાઈમલાઈટમાં રહે છે. હીના ખાન જે રીતે આ બીમારી સામે લડી છે એ જોઈને અનેક મહિલાઓને પ્રેરણા મળી હશે એમાં કોઈ શંકા નથી. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હાલમાં જ હિનાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ગ્લેમરસ ફોટો શેર કર્યા છે અને આ ફોટો જોતજોતામાં વાઈરલ થઈ ગયા હતા. તમે પણ ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો આ વાઈરલ ફોટો…
હિના ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા છે અને આ ફોટોમાં લાલ આઉટફિટમાં એકદમ લાલ ગુલાબ જેવી દેખાઈ રહી છે. રેડ કલરના ડીપનેક આઉટફિટમાં હિના એકદમ બ્યુટીફૂલ લાગી રહી છે. આ ગાઉન સાથે હિનાએ ગુલાબના ફૂલની ડિઝાઈનવાળું શ્રગ કેરી કર્યું છે.
એક્ટ્રેસે એકથી ચઢિયાતા એક કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના આ પોઝ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. એક્ટ્રેસ હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચી હતી અને આ ઈવેન્ટમાં તેણે રેડ કલરનો ગાઉન પહેર્યો હતો અને તેણે આ ઈવેન્ટના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
હિના ખાને આ સુંદર આઉટફિટ સાથે વાળમાં કર્લ કર્યા હતા. સટલ મેકઅપ સાથે ગળામાં એક ડાયમંડ નેકપીસ પહેર્યો હતો. હિના ખાનને હાલમાં બ્રેસ્ટ કેન્સર થયું હતું અને તે હાલમાં સારવાર લઈ રહી છે. પોતાની ટ્રીટમેન્ટની લેટેસ્ટ અપડેટ્સ પણ હિના ફેન્સ સાથે શેર કરતી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હિના ખાન છેલ્લે ફિલ્મ ગૃહ લક્ષ્મીમાં જોવા મળી હતી અને એક્ટિંગની સાથે સાથે એક્ટ્રેસ અવારનવાર ફેશન શોઝમાં ભાગ લેતી જોવા મળે છે.
આપણ વાંચો : કેન્સર સામે ઝઝુમી રહેલી મુસ્લિમ ટીવી એક્ટ્રેસ Hina Khanએ એવું તે શું કર્યું કે યુઝર્સ ભડક્યા…