
અમદાવાદ: ગુજરાતના સાબરમતી આશ્રમમા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની તબિયત અચાનક બગડી ગઈ છે. ગરમીને કારણે તે બેભાન થઈ ગયા છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જેમાં આજે શાહીબાગ સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું છે. આ બેઠક બાદ 6.30 વાગ્યે સાબરમતી આશ્રમમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી. જેમાં નેતાઓ હાજર રહ્યા હતા. જોકે ચાલુ પ્રાર્થનાસભા દરમિયાન પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમની તબિયત લથડી છે. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે. પ્રાર્થન સભા પણ પૂર્ણ થતાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે રવાના થયા હતા.
અધિવેશનમાં અનેક મુદ્દાઓ પર થશે ગહન ચર્ચા વિચારણા
બે દિવસ સુધી ચાલનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ખાસ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ પર ભાર મુકવામાં આવશે તેવું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, બેઠકમાં અન્ય ખાસ મુદ્દાઓ પર પણ ચર્ચાઓ થવાની છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને ચૂંટણી માટે મોટી જવાબદારી પણ મળી શકે છે. આ અધિવેશન ગુજરાતમાં 64 વર્ષ પછી યોજાયુ છે. કોંગ્રેસના નેતાઓમાં અધિવેશનને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આગામી બે દિવસ કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વના સાબિત થવાના છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નિવેદન પર સૌની નજર
દેશમાં વકફ બોર્ડ સહિતના કાયદાઓ મામલે સત્તાપક્ષ અને વિરોધપક્ષ વચ્ચે સખત સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સાથે બિહારની ચૂંટણીઓની તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપનું સતત 30 વર્ષનું શાસન છે અને કૉંગ્રેસ કેન્દ્ર રાજ્યોમાં સત્તા માટે સંઘર્ષ કરી રહી છે. કૉંગ્રેસના નેતાઓ અને ખાસ કરીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી શું કહે છે તેના પર સૌની નજર રહેશે.
આપણ વાંચો: અગાઉ ભાજપના શાસનમાં પણ આવું ગુજરાત નહોતુંઃ મેવાણીએ સીએમ પર તાક્યું નિશાન