અમેરિકાના દક્ષિણના શહેરોમાં ભારે વરસાદ, નદીઓના જળસ્તર ભયાનક સપાટીએ પહોંચ્યા

ફ્રેન્કફર્ટ (અમેરિકા): અમેરિકાના રાજ્ય કેન્ટરીમાં સતત અનેક દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. નદીમાં પાણી રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે જેના કારણે રાજ્યની રાજધાનીમાં પ્રખ્યાત બોર્બન ડિસ્ટિલરી પર ખતરો તોળાઇ રહ્યો છે. વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થતા અમેરિકાના દક્ષિણ શહેરોમાં પૂરની સ્થિતિ પેદા થઇ હતી. છેલ્લા સપ્તાહમાં ભારે પવન અને વરસાદના કારણે ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા છે.
રાષ્ટ્રીય હવામાન સેવાના પ્રારંભિક અહેવાલ મુજબ, 30 માર્ચથી શરૂ થયેલા સાત દિવસમાં ઓછામાં ઓછા 157 વાવાઝોડા ત્રાટક્યા હતા. જોકે વાવાઝોડા આગળ વધી ગયા પરંતુ ટેનેસી, અર્કાસસ અને ઇન્ડિયાના કેટલાક હિસ્સાઓ સહિત અનેક અન્ય રાજ્યોમાં પૂરનો ખતરો મંડરાઇ રહ્યો છે. ટેક્સાસથી ઓહિયો સુધી વીજળી અને ગેસની સપ્લાય બંધ કરી દેવાઇ છે.
શહેરોમાંથી લોકોના સ્થળાંતરનો આદેશ અપાયો છે. રાહત બચાવની ટીમો કેન્ટરી અને ટેનેસીમાં લોકોને મદદ કરી રહી છે. પૂરના પાણીને કારણે ફ્રેન્કફોર્ટ શહેરના ડાઉનટાઉન નજીક ભરાયેલી કેન્ટકી નદીના કિનારે આવેલી ઐતિહાસિક બફેલો ટ્રેસ ડિસ્ટિલરી બંધ થઈ ગઇ હતી.
આ પણ વાંચો: અમેરિકાના મધ્ય-પશ્ચિમ અને દક્ષિણમાં વાવાઝોડા ત્રાટક્યાં: છના મોત…
સેલૂનના માલિક જેસિકા ટગલે સોમવારે જોયું કે નદીનું પાણી તેના સલૂનમાં આવી રહ્યું છે ત્યારે મિત્રોની મદદથી તેણે સલૂનનો સામાન નજીકના રૂમમાં ખસેડ્યો હતો. ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે સોમવારે સાંજે કેન્ટકીમાં 500થી વધુ રસ્તાઓ હજુ પણ બંધ હતા. તોફાનમાં 23 લોકોના મોત થયા છે, જેમાં ટેનેસીમાં 10 લોકોનો સમાવેશ થાય છે. કેન્ટકીમાં મૃત્યુ પામેલા ચાર લોકોમાં એક 9 વર્ષનો છોકરો પૂરના પાણીમાં ફસાઈ ગયો હતો.
વાવાઝોડામાં ફસાયેલા લોકોને બચાવવા માટે શોધ કરતી વખતે 16 વર્ષીય સ્વયંસેવક મિઝોરી ફાયર ફાઇટરનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેનેસીના કેરોલ કાઉન્ટીમાં તોફાનમાં કામ કરતી વખતે ઇલેક્ટ્રિક વિભાગના લાઇનમેનનું મૃત્યુ થયું હતું. બેશિયરે જણાવ્યું હતું કે 1000થી વધુ લોકોને પાણીની સુવિધા નથી.