‘ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ’ના વિવાદ પછી અપૂર્વા મખીજાએ કર્યો દાવો, મળી રહી છે ધમકીઓ…

મુંબઈઃ અપૂર્વા મખીજા જે છેલ્લા કેટલાક મહિનાઓથી ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના એક એપિસોડને કારણે વિવાદમાં છે. વિવાદના બરાબર બે મહિના પછી આજે તેણે પોતાની પહેલી પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેને ધમકી આપતી સેંકડો ટિપ્પણીઓ અને સંદેશાઓના સ્ક્રીનશોટ શેર કર્યા હતા. એટલું જ નહીં, આ વિવાદ પછી પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્ઝર અને બોલીવુડની અભિનેત્રીને બળાત્કાર અને હત્યાની ધમકી પણ આપવામાં આવી રહી હોવાની ફરિયાદ કરી હતી.
પોસ્ટની પહેલી સ્લાઇડમાં લખ્યું હતું હતું કે ‘ટ્રિગર ચેતવણી: આ પોસ્ટમાં એસિડ એટેક, બળાત્કાર અને મૃત્યુની ધમકીઓના સ્ક્રીનશોટ છે.’ વધુ 19 સ્લાઇડ્સમાં યૂઝર્સ દ્વારા અપમાનજનક ભાષા અને તેને આપવામાં આવેલી ધમકીઓના પુરાવા છે. બીજાએ લખ્યું હતું કે ‘શું તારા માતા-પિતાએ તને કંઈ શીખવ્યું નથી?’, બીજાએ લખ્યું, ‘ગંદી છોકરી’, કોઈએ લખ્યું, ‘તને જરાય શરમ નથી આવતી?’ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આવા ઘણા સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા છે. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, ‘આ મેં જે શેર કર્યું છે તે તો 1 ટકા પણ નથી.’
આના પરથી સ્પષ્ટ થાય છે કે ઘણી વખત સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની જાય છે જ્યાં કોઈ બાબતની સચ્ચાઈ સુધી જવાને બદલે કે ન્યાયની રાહ જોવાને બદલે, લોકો સીધા હુમલો કરવાની ધમકી આપવાનું શરૂ કરી દે છે. આ પોસ્ટ પછી થોડીવારમાં, તેણે બીજી પોસ્ટ શેર કરી, જેમાં તેણે લખ્યું, ‘સ્ટોરી ટેલરનો અવાજ છીનવી ન લો.’ અપૂર્વા, જે ‘ધ રેબેલ કિડ’ તરીકે પ્રખ્યાત છે.
તમને જણાવી દઈએ ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના એક વિવાદાસ્પદ એપિસોડમાં રણવીર અલાહાબાદિયા, સમય રૈના અને આશિષ ચંચલની સાથે દેખાયા બાદ તેને ભારે ટીકા અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. વધતા વિવાદ વચ્ચે અપૂર્વાએ ઇન્સ્ટાગ્રામ પર બધાને અનફોલો કરી દીધા અને તેની બધી પોસ્ટ પણ ડિલીટ કરી દીધી. હવે અપૂર્વા મખીજાએ ઇન્સ્ટાગ્રામ પર બે પોસ્ટ શેર કરીને ધમાકેદાર વાપસી કરી છે.
આપણ વાંચો: ‘India’s Got Latent શો પર પ્રતિબંધ મૂકો’ જાણો કોણે કરી આવી માગણી