ઉત્તર ભારતીય સંગઠનના એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં પક્ષની નોંધણી રદ કરવા માટે અરજી કર્યા બાદ મનસેએ ચેતવણી ઉચ્ચારી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં એક વ્યક્તિ દ્વારા પાર્ટીની નોંધણી રદ કરવાની માગણીનો કડક વિરોધ કર્યો અને કહ્યું હતું કે રાજ્યમાં ઉત્તર ભારતીયોને રહેવાની મંજૂરી આપવી કે નહીં તે અંગે વિચારણા કરવી પડશે.
પક્ષના પ્રવક્તા અને મુંબઈ એકમના પ્રમુખ સંદીપ દેશપાંડેએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટમાં ભાજપ પર પ્રાદેશિક પક્ષોને ખતમ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
પત્રકારો સાથે વાત કરતા મુંબઈ સ્થિત ઉત્તર ભારતીય વિકાસ સેનાના સુનિલ શુક્લાએ જણાવ્યું હતું કે, તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મરાઠી ભાષાના ઉપયોગને લાગુ કરવા માટે બેંકો અને અન્ય સંસ્થાઓમાં પાર્ટીના તાજેતરના આંદોલનોને ધ્યાનમાં રાખતાં મનસેની નોંધણી રદ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: મનસેના વિવાદ વચ્ચે મુખ્ય પ્રધાનની ચેતવણી
તેણે એમ પણ કહ્યું હતું કે મનસે ફક્ત ઉત્તર-ભારતીય વિરોધી જ નથી, હિંદુ-વિરોધી પણ છે. કેમ કે મનસે દ્વારા જેમના પર હુમલો કરવામાં આવ્યો હતો તેઓ પણ હિંદુઓ જ હતા.
कुठला तरी भैय्या म्हणे कोर्टात गेला आहे की मनसेची मान्यता रद्द करावी .मराठी माणसाचा पक्ष बंद व्हावा म्हणून भैय्ये प्रयत्न करणार असतील तर भैय्यांना मुंबईत ,महाराष्ट्रात राहू द्यायचं का यावर विचार करावा लागेल .
— Sandeep Deshpande (@SandeepDadarMNS) April 8, 2025
દેશપાંડેએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘એક ભૈયા કોર્ટમાં ગયા છે અને મનસેનું રાજકીય પક્ષનું રજિસ્ટ્રેશન કેન્સલ કરવાની માગણી કરી હતી. જો ઉત્તર ભારતીયો મરાઠી માણુસની પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ કરશે તો અમારે તેમને મુંબઈ અને મહારાષ્ટ્રમાં રહેવા દેવા કે નહીં તેના પર વિચાર કરવો પડશે.