એમઆઇના પરાજય પહેલાં કૅપ્ટન હાર્દિકે મેળવી આ વિરલ સિદ્ધિ…

મુંબઈઃ સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે રોમાંચક મુકાબલામાં વિજયથી વંચિત રહી, પણ એ જ મૅચમાં કૅપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ મહત્ત્વની સિદ્ધિ મેળવી હતી. તેણે ટી-20 ક્રિકેટમાં 200મી (200 wickets) વિકેટ લીધી હતી.
હાર્દિકે મૅચમાં ચાર ઓવરના સ્પેલમાં 45 રનમાં બે વિકેટ લીધી હતી. તેણે થોડા જ અંતરમાં વિરાટ કોહલી (67 રન, 42 બૉલ, બે સિક્સર, આઠ ફોર) અને લિઆમ લિવિંગસ્ટન (0)ને આઉટ કર્યા હતા.
આ પણ વાંચો: MI vs RCB: મુંબઈ ઈન્ડિયન્સનો પરાજય પણ રોહિત શર્માએ બનાવ્યો આ મોટો રેકોર્ડ
હાર્દિકે 291 ટી-20 મૅચમાં 200 વિકેટ લીધી છે. ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ 635 વિકેટ અફઘાનિસ્તાનના સ્પિનર રાશીદ ખાનના નામે છે. બીજા નંબરે વેસ્ટ ઇન્ડિઝનો ડ્વેઇન બ્રાવો (631 વિકેટ) અને ત્રીજા નંબરે વેસ્ટ ઇન્ડિઝનો જ સુનીલ નારાયણ (576 વિકેટ) છે.
ટી-20 ફૉર્મેટમાં ભારતીય બોલર્સમાં સ્પિનર યુઝવેન્દ્ર ચહલ 365 વિકેટ સાથે નંબર-વન છે.
વર્તમાન આઇપીએલમાં (આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યાં સુધીમાં) હાર્દિક પંડ્યા 10 વિકેટ સાથે મોખરે હતો અને 36 રનમાં પાંચ વિકેટ તેનો બેસ્ટ પર્ફોર્મન્સ રહ્યો છે.