શાહરુખ ખાન, સલમાન ખાનના ઘરે પડી Raid? અજય દેવગણ કરશે મેનેજ….

હેડિંગ વાંચીને તમે કંઈ પણ ઉંધુ ચત્તુ વિચારો એ પહેલાં તમને જણાવી દેવાનું કે અહીંયા અજય દેવગણની આગામી ફિલ્મ રેડ ટુની વાત થઈ રહી છે. અજય દેવગણ આ ફિલ્મમાં અમય પટનાયકના રોલમાં પહેલી મેના દિવસે મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે. આજે એટલે કે આઠમી એપ્રિલના ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ ટ્રેલર લોન્ચના ઈવેન્ટમાં જ અજય દેવગણને પૂછવામાં આવ્યું હતું કે જો સલમાન ખાન, શાહરૂરખ ખાન કે તેના નજીકના કોઈ મિત્રના ઘરે ક્યારેય રેડ પડશે તો તે કેવી રીતે આખો મામલો મેનેજ કરશે? આ સવાલના જવાબમાં અજય દેવગણે જે કહ્યું છે એ સાંભળીને તો તમારી આંખો પહોળી થઈ જશે. આવો જોઈએ શું કહ્યું અજય દેવગણે
શાહરૂખ ખાન, સલમાન ખાન કે પોતાના કોઈ નજીકના મિત્રના ઘરે જો રેડ પડશે તો અજય દેવગણ આખો મામલો કેવી રીતે હેન્ડલ કરશે એવું પૂછવામાં આવતા જ અજય દેવગણે કહ્યું કે ભાઈ હું ફિલ્મમાં ઓફિસરનો રોલ કરી રહ્યો છું. હું એમના ઘરે રેડ પાડવા નથી જઈ રહ્યો તો મારે શું મેનેજ કરવું પડશે એ સમજાયું નહીં. જ્યારે કોઈના ઘરે રેડ પડશે તો હું મારા ઘરે હોઈશ અને મારા ઘરે રેડ પડશે તો લોકો એમના ઘરે હશે.
અજય દેવગણનો આ જવાબ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. 2008માં આવેલી ફિલ્મ રેડની સિક્વલ છે ફિલ્મ રેડ ટુ. આ ફિલ્મ અજય દેવગણની સુપરહિટ ફિલ્મમાંથી એક છે. ફિલ્મની સ્ટોરીથી લઈને ગીત પણ દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. ફિલ્મ રેડની સફળતા બાદથી જ ફેન્સ તેની સિક્વલની રાહ જોઈ રહ્યા હતા. હવે દર્શકોનો આ ઈંતેજાર પૂરો થવા જઈ રહ્યો છે.
વાત કરીએ રેડ ટુની સ્ટાર કાસ્ટ વિશે તો આ ફિલ્મમાં અજય દેવગણ આઈઆરએસ ઓફિસર અમય પટનાયકના રોલમાં જોવા મળશે અને તેની સાથે રિતેશ દેશમુખ અને વાણી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આપણ વાંચો: પાકિસ્તાની એક્ટ્રેસે બોલીવૂડ સોન્ગ પર ઠુમકા લગાવી વધાર્યો ઈન્ટરનેટનો પારો…