મનોરંજન

વધુ એક સ્ટાર કિડના ‘ફર્સ્ટ લૂકે’ મચાવી હલચલ, યૂઝરે લખ્યું ટવિન્કલની કોપી…

બોલીવુડમાં સ્ટાર કિડની બોલબાલા છે, જે વહેલા યા મોડા ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરે છે. વાત કરીએ રાજેશ ખન્નાના પરિવારની. રાજેશ ખન્ના બોલીવુડના પહેલા સુપરસ્ટાર હતા. તેમની પત્ની ડિમ્પલ કાપડિયા પણ બોલીવુડની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. તેમની બંને પુત્રીઓએ ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેમના માતાપિતાની જેમ સફળ કારકિર્દી ન બનાવી શકી. ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના બંનેની ફિલ્મો ફ્લોપ રહી હતી. થોડી ફિલ્મો કર્યા પછી બંનેએ લગ્ન કરી લીધા અને અભિનયને કાયમ માટે અલવિદા કરી દીધું. ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા હતા, જ્યારે રિંકીએ NRI ઉદ્યોગપતિ સમીર સરન સાથે લગ્ન કર્યા હતા. હવે બંને પોતાના પરિવારની સંભાળ રાખે છે અને સુખી જીવન જીવી રહી છે.

ટ્વિંકલ ખન્ના સોશિયલ મીડિયા પર સક્રિય રહીને હંમેશાં ચર્ચામાં રહે છે, જ્યારે રિંકી લાઈમલાઈટથી દૂર લંડનમાં સેટલ છે. સમીર સરન સાથે લગ્ન કર્યા પછી રિંકી લંડનમાં સ્થાયી થઈ ગઈ અને ભાગ્યે જ ભારતની મુલાકાતે આવે છે. રિંકી અને તેનો પતિ બંને સોશિયલ મીડિયાથી દૂર છે, પરંતુ તેમની દીકરી નાઓમિકા સરન આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેના ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ફોટાની ચર્ચા તો થાય જ છે, પણ તે જાહેરમાં પણ જોવા મળે છે.

આ પણ વાંચો: ડિવોર્સ પર ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ આપ્યું ચોંકાવનારું નિવેદન

તાજેતરમાં નાઓમિકા તેની નાની ડિમ્પલ કાપડિયા સાથે મેડોક ફિલ્મ્સના એક કાર્યક્રમમાં જોવા મળી હતી અને ત્યારથી તેની સુંદરતાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નાની અને પૌત્રી બંને એકદમ સ્ટાઇલિશ દેખાતી હતી. નાની ડિમ્પલ કાપડિયાએ ઇન્ડો-વેસ્ટર્ન સ્કર્ટ, ટેન્ક ટોપ અને લેયર્ડ લોંગ શ્રગ પહેર્યો હતો, જ્યારે નાઓમિકાએ બ્લેક શોર્ટ બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. દાદી અને પૌત્રીએ સમાન ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી સાથે વાળમાં સોફ્ટ કર્લ્સ કર્યા હતા.

નાઓમિકાએ બ્લેક ક્લચ સાથે પોતાનો આખો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ લુકમાં નાઓમિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. લોકો તેની પ્રશંસા કરતા થાકતા નહોતા. લોકોએ તેની સુંદરતાના વખાણ કરતા કહ્યું કે તે સ્ટાઇલમાં તેની દાદી અને માસીને પાછળ પાડે તેવી છે. વીડિયો જોયા પછી, એક યુઝરે કમેન્ટ કરી, ‘નાઓમિકા માસી ટ્વિંકલની કોપી છે.’ બીજા એકે લખ્યું, ‘તે ખૂબ જ નાજુક છે, નજર ન લાગે.’ જ્યારે બીજા એક વ્યક્તિએ લખ્યું, ‘આ બધા સ્ટાર કિડ્સ પર ભારે પડશે.’

આ પણ વાંચો: જાણીતા પ્રોડ્ક્શન હાઉસની પાર્ટીમાં અભિષેક બચ્ચન, નિમરત કૌર, રશ્મિકા મંદાના છવાયા

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ નાઓમિકા ઘણી વખત તેની નાની સાથે જોવા મળી હતી. તે છેલ્લે ડિમ્પલ કાપડિયા સાથે ‘સ્કાય ફોર્સ’ના સ્ક્રીનિંગમાં જોવા મળી હતી, અને ત્યારે પણ, તેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ચર્ચા છે કે નાઓમિકા પણ ફિલ્મોમાં કામ કરવાની તૈયારી કરી રહી છે, તેનું ડેબ્યૂ ટૂંક સમયમાં થશે. હાલમાં નાઓમિકા માત્ર 20 વર્ષની છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેના પિતરાઈ ભાઈ આરવ સાથે ઘણી તસવીરો પોસ્ટ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button