મનોરંજન

વધુ એક ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ વિવાદ: ફિલ્મમાં અમુક ફેરફાર કરવાની માગણી…

મુંબઈ: મહાત્મા જ્યોતિરાવ ફુલે અને ક્રાંતિજ્યોતી સાવિત્રીબાઇ ફુલેએ સમાજમાં લાવેલા સુધારા અંગેની ફિલ્મ ‘ફુલે’નું હાલમાં ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૧૧મી એપ્રિલ, ૨૦૨૫ના રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું ફક્ત ટ્રેલર રિલીઝ થયું છે ત્યારે જ વિવાદ શરૂ થયો છે. હિન્દુ મહાસંઘ તરફથી આ ટ્રેલરમાં દેખાડેલા દૃશ્યો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

ફિલ્મના ટ્રેલરમાં એક બ્રાહ્મણ છોકરો સાવિત્રીબાઇ ફુલે પર પથ્થર-છાણ ફેંકતો દેખાડવામાં આવે છે. તત્કાલીન સમયમાં આવી ઘટનાઓ બની હોઇ શકે છે તેથી તેનો કોઇ વિરોધ નથી, પરંતુ મહાત્મા જ્યોતિરાવ ફુલેની સ્કૂલ માટે મદદ, આર્થિક મદદ કરનારા લોકો, સ્કૂલના શિક્ષકો, સ્કૂલની પ્રથમ ટુકડીમાં છમાંથી ચાર વિદ્યાર્થી બ્રાહ્મણ હતા વગેરેનો ઉલ્લેખ ફિલ્મમાં થયો છે કે નહીં? અને જો થયો છે તો ટ્રેલરમાં તે કેમ દેખાડવામાં આવ્યું નથી?, એવો સવાલ હિન્દુ મહાસંઘ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.

ફુલે ફિલ્મના નિર્માતાઓને ટ્રેલર દ્વારા અલગ જ ચિત્ર દેખાડીને મહારાષ્ટ્રમાં ફરી જાતિવાદ કરવાનો છે એ સ્પષ્ટ થાય છે. ફિલ્મ જો વાસ્તવિકતા પર નહીં હોય તો તે યોગ્ય નથી, એમ સંસ્થાએ જણાવ્યું હતું.

મહાત્મા ફુલેના કાર્યોમાં અમારું પણ યોગદાન છે. અમારી ભાવનાઓનું પણ ફિલ્મ નિર્માતા અને સેન્સર બોર્ડે ધ્યાન રાખવું જોઇએ અને ફિલ્મમાં અમુક ફેરફાર કરવા. ૧૧મી એપ્રિલે ફિલ્મ રિલીઝ થયા બાદ સંસ્થા તરફથી આગળની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવશે, એમ પણ સંસ્થા તરફથી કહેવામાં આવ્યું હતું.

આપણ વાંચો: તારીખો નોંધી લોઃ આવતા મહિનાઓમાં પિરસાશે મનોરંજનનો ખજાનો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button