74 વર્ષના દાદાજીને અભી તો મૈં જવાન હૂં કહેવું ‘મોંઘુ’ પડ્યું…
પુણેઃ મહારાષ્ટ્રનું કલ્ચરલ કેપિટલ ગણાતું પુણે દિવસે દિવસે ક્રાઈમ કેપિટલ બનતું જઈ રહ્યું છે. દિવસે દિવસે અહીં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. 74 વર્ષના દાદાજીને એક કોલગર્લ સાથે સમય પસાર કરવાનું મોંઘું પડ્યું હતું અને ત્રણ મહિનામાં 30 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો, એવી માહિતી પુણે પોલીસ દ્વારા આપવામાં આવી હતી.
પુણેના માર્કેટયાર્ડ પરિસરનો આ કિસ્સો છે અને આ પ્રકરણે 74 વર્ષીય વૃદ્ધે માર્કેટયાર્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણે પોલીસે એક મહિલા સહિત બે જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોઈ બે જણની ધરપકડ કરવામાં આવી હતી.
પુણેના 74 વર્ષીય દાદાજી જુલાઈ મહિનામાં એક કોલગર્લના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમને એક ફોન જ્યોતિનો ફોન આવ્યો હતો. પોલીસે એ કોલગર્લની મોબાઈલ ફોન ચોરીના ગુના હેઠળ ધરપકડ કરી છે. મોબાઈલમાં તમારી વીડિયો રેકોર્ડિંગ છે અને જ્યોતિએ તેમને એ વીડિયો બતાવ્યો હતો. આ રેકોર્ડિંગ જોઈને ફરિયાદી ગભરાઈ ગયા હતા. પોલીસ આ ગુનામાં તમારું નામ પણ નાખશે, એવી ધમકી આપીને તેમને ડરાવવામાં આવ્યા હતા. હવે આ પ્રકરણ દબાવવા માટે તમારે પૈસા આપવા પડશે, એવી માહિતી પુણે પોલીસે આપી હતી.
પોતાની આબરુના ધજાગરા થશે એ ડરથી વૃદ્ધે આરોપીઓને રોકડ અને ચેકના માધ્યમથી ત્રણ મહિનામાં 33,30,000 રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ આરોપીઓની ડિમાન્ડ કંઈ રોકાવવાનું નામ નહોતી લઈ રહી. દર મહિને તેમને એક લાખ રૂપિયા જોઈતા હતા અને જો આ રકમ ન ચૂકવવામાં આવે તો પોલીસ કાર્યવાહી કરશે, એવી ધમકી પણ આરોપીઓએ ફરિયાદીને આપી હતી. આખરે આ બધા ત્રાસથી કંટાળીને વૃદ્ધે માર્કેટયાર્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આ આખું પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું.