અમદાવાદટોપ ન્યૂઝ

કૉંગ્રેસે સરદાર નહેરુના સંબંધો વિશે કરી સ્પષ્ટતા, કહ્યું કે…

અમદાવાદઃ કૉંગ્રેસના મહાઅધિવેશનમાં સાત રિઝોલ્યુશન્સ પસાર કરવામાં આવ્યા છે. આ રિઝોલ્યુશન્સમાં દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર નહેરુના સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બન્ને વચ્ચેના સંબંધો ઘણીવાર રાજકીય આક્ષેપોનો વિષય બન્યા છે ત્યારે કૉંગ્રેસે આ અંગે સ્પષ્ટતા કરી છે. આ સાથે વૈચારિક સંગ્રામ દ્વારા દેશને નવી દિશા દેવાના આ રિઝોલ્યુશનમાં બ્રિટિશ શાસન દરમિયાન ભારતીયો પર જે જુલમો થતા હતા તે હવે ભાજપ સરકાર કરી રહી છે અને જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીએ જે રીતે તેમનો સામનો કર્યો તે રીતે આજની કૉંગ્રેસ કરશે, તેમ કૉંગ્રેસની પ્રેસ યાદી જણાવે છે. તેમણે સાત રિઝોલ્યુશન દ્વારા બ્રિટિશ શાસનના સમયમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષ જેવો જ સંઘર્ષ ફરી આજની કૉંગ્રેસ કરશે, તેમ જણાવ્યું છે.

congress maha adhiveshan ahmedabad

અંગ્રેજો ખેડૂતો પાસેથી લગાન લેતા, ભાજપ પણ…
1928માં અંગ્રેજ સરકાર સામે સરદાર વલ્લભભાઈ પટેલે બોરડોલીમાં સત્યાગ્રહ કર્યો હતો. આ સત્યાગ્રહ ખેડૂતો પાસેથી વસૂલવામાં આવતી લગાન વિરુદ્ધ હતો. હાલની ભાજપ સરકાર ખેડૂતોના હકની જમીન છીનવી લે છે, તેમની બમણી આવકનો વાયદો પૂરો કરતી નથી, લખિમપુરમાં તેમને ગાડી નીચે કચડી નાખ્યા જેવી ઘટનાઓ બને છે. એટલે ફરી કૉંગ્રેસ સરદારની રાહ પર ખેડૂતોના ન્યાય માટે સંઘર્ષ કરશે

અંગ્રેજોએ દેશને વિભાજિત કર્યો ને..
બીજા રિઝોલ્યુશનમાં કૉંગ્રેસે જણાવ્યું છે કે અંગ્રેજોએ તે સમયની રિયાસતો સાથે મનમાની કરી અને તાનાશાહી ચલાવી. સરદાર પટેલ અને નહેરુએ 560 રજવાડાઓને એક કરી ગણતંત્રનો પાયો નાખ્યો. ભાજપ આજે ક્ષેત્રવાદ, ભાષાવાદ ઊભો કરી દેશને ખંડિત કરવાની કોશિશ કરે છે. કૉંગ્રેસ સરદારની રાહ પર નફરત છોડો ભારત જોડોના નારા સાથે આગળ વધશે

મજૂરોનું શોષણ અને દેશમાં આર્થિક વિષમતા

congress maha adhiveshan ahmedabad

ત્રીજા અને ચોથા રિઝોલ્યુશનમાં બ્રિટિશરો મજૂરો કામદારો પર દમનીની નીતી અપનાવતી હતી. જેની સામે સરદાર પટેલે અવાજ ઉઠાવ્યો હતો. ભાજપ સરકાર પણ શ્રમજીવીઓને રક્ષણ આપતા કાયદા નબળા પાડી દમન કરી રહી છે, આ સાથે મુટ્ઠી ભર ઉદ્યોગપતિઓને ફાયદો કરાવી દેશમાં આર્થિક અસમાનતા વધારી રહી છે. સરદાર પટેલ બધાને એકસરખા સંસાધન અને હક મળે તે માટે લડ્યા. તે રીતે જ વ્યવસ્થાઓનું ન્યાયપૂર્વક વિતરણ થાય તે માટે કૉંગ્રેસ સંઘર્ષ કરશે

ગાંધીજીની હત્યા અને સરદાર-નહેરુ વિરોધી હોવાનો ભ્રમ
પાંચ, છ અને સાતમાં રિઝોલ્યુશન્સમાં કૉંગ્રેસે જણાવ્યું છે કે ગાંધીની હત્યા નથુરામ ગોડસેએ કરી ત્યારબાદ તત્કાલીન નાયબ વડા પ્રધાન સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આવી હિંસક વિચારધારા ધરાવતા લોકોએ સરદાર અને નહેરુને પણ ફાંસીએ લટકાવવાની વાત કરી હતી, જેનો ઉલ્લેખ 8 ફેબ્રુઆરી, 1948માં સરદારે શ્યામાપ્રસાદ મુખરજીને લખેલા પત્રમાં કર્યો હતો. પ્રપંચ અને ષડયંત્ર રતી સરદાર અને નહેરુ વચ્ચે કટુતા હોવાનું જુઠાણું ફેલાવ્યું હતું,

congress maha adhiveshan ahmedabad

પરંતુ 3જી ઑગસ્ટ, 1927માં સરદારે નહેરુન પત્રમા લખ્યું હતું કે આપણી વચ્ચે જે પ્રેમ છે અને 30 વર્ષની આપણી જે દોસ્તી છે તેને જોતા આપમે કોઈ ઔપચારિકતાની જરૂરત નથી. આપણી જોડી અતૂટ અને અખંડ છે અને તે જ આપણી શક્તિ છે. આજે ફરી હિંસા અને સાંપ્રદાયિકાના આધારે દેશને વિભાજિત કરવામાં આવી રહ્યો છે. કૉંગ્રેસ આ આપસી નફરત અને વિભાજનની નીતિને પરાસ્ત કરવા સજજ છે.

કૉંગ્રેસે સરદાર પટેલના સિદ્ધાંતો પ્રમાણે ન્યાયના માર્ગે ચાલવાની વાત કરી ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યો છે.

આપણ વાંચો: ‘RSSની વિચારધારા ગાંધી અને આંબેડકર વિરોધી’ અમદાવાદ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button