IPL 2025

સૉલ્ટ-ડેવિડનો બાઉન્ડરી લાઇન કૅચ આઇપીએલ-2025નો બેસ્ટ કૅચ બની શકે…

મુંબઈઃ સોમવારે અહીં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) વચ્ચેની મૅચ તો એમઆઇના કેટલાક બૅટ્સમેન (ખાસ કરીને હાર્દિક પંડ્યા અને તિલક વર્મા)ની ફટકાબાજીને કારણે રસાકસીભરી અને દિલધડક બની જ હતી, આરસીબીની ફીલ્ડિંગ પણ કમાલની હતી. એક તબક્કે આરસીબીના બે વિદેશી ખેલાડીઓ ફિલ સૉલ્ટ અને ટિમ ડેવિડ (જે અગાઉ કેકેઆરમાં હતો) અને ટિમ ડેવિડ (જે અગાઉ એમઆઇમાં હતો)ની જોડીએ ભેગા મળીને કમાલનો કૅચ પકડ્યો હતો. આ વખતની આઇપીએલનો એ સર્વશ્રેષ્ઠ કૅચ બની શકે. એટલું જ નહીં, 18 વર્ષની આ ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ કૅચીઝમાં આ કૅચ અચૂક ગણાશે.

https://twitter.com/IPL/status/1909310118627340574

બાઉન્ડરી લાઇન નજીકના આ સનસનાટીભર્યા કૅચની ઍક્શન રિપ્લે વારંવાર જોવાનું લોકોએ પસંદ કર્યું જ હશે.
એમઆઇ સામે આરસીબીને 12 રનથી એક્સાઇટિંગ જીત અપાવવામાં આ સંયુક્ત કૅચનું મોટું યોગદાન હતું. સૉલ્ટ (PHIL SALT) અને ડેવિડ (TIM DAVID) અવ્વલ દરજ્જાના ઍથ્લીટ જેવી સમજબૂઝ, ચપળતા અને સ્ફૂર્તિ બતાવીને આ કૅચ ઝીલ્યો હતો.

એમઆઇને જીતવા 222 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. 20મી ઓવર સ્પિનર કૃણાલ પંડ્યાએ કરી હતી જેના છેલ્લા પાંચ બૉલમાં 19 રન બનાવવાના બાકી હતા. કૃણાલની આ ઓવરના પ્રથમ બૉલમાં ઊંચા કદના ટિમ ડેવિડે મિચલ સૅન્ટનરનો કૅચ પકડ્યો જ હતો, બીજા બૉલમાં દીપક ચાહર (DEEPAK CHAHAR)ને પણ તેણે જ પાછો પૅવિલિયનમાં મોકલાવ્યો હતો. ચાહરના બિગ હિટમાં બૉલ ડીપ મિડ-વિકેટ તરફ ગયો હતો. એમઆઇને ફોર કે સિક્સર જીતવા માટે ઉપયોગી થઈ શકે એવી હજારો એમઆઇ-તરફી પ્રેક્ષકોની આશા પર ઑસ્ટ્રેલિયન ખેલાડી ટિમ ડેવિડ તેમ જ ખાસ કરીને બ્રિટિશ પ્લેયર ફિલ સૉલ્ટની જોડીએ પાણી ફેરવી દીધું હતું.

ઇંગ્લૅન્ડના વિકેટકીપર સૉલ્ટે ઊંચો કૂદકો માર્યો જ હતો, પોતે બાઉન્ડરી લાઇનને અડી જશે એવું લાગતાં જ તેણે ઝીલેલો બૉલ નજીક આવી ગયેલા ટિમ ડેવિડ તરફ હવામાં બૉલ ફેંક્યો હતો અને ડેવિડે કૅચ કમ્પ્લીટ કર્યો હતો. દીપક ચાહર ગોલ્ડન ડક સાથે પાછો આવી ગયો હતો અને એમઆઇની રહીસહી જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું.

સોશિયલ મીડિયામાં આ ચમત્કારિક કૅચ બદલ સૉલ્ટ-ડેવિડની ભરપૂર પ્રશંસા થઈ રહી છે. વિશ્લેષકો તો આ કૅચને આઇપીએલના ઇતિહાસના બાઉન્ડરી લાઇન નજીકના શ્રેષ્ઠ કૅચોમાં ગણાવી રહ્યા છે. કૃણાલ પંડ્યાએ કમાલની બોલિંગ કરી હતી. તેણે 20મી ઓવરમાં 19 રન તો નહોતા જ થવા દીધા, તેણે ત્રણ વિકેટ પણ લીધી હતી. એમાં તેણે સૅન્ટનર, દીપક ચાહર અને નમન ધીરને આઉટ કર્યા હતા.

આપણ વાંચો: નાનો ભાઈ હાર્દિક હાર્યો, મોટા ભાઈ કૃણાલની કરામત કામ કરી ગઈ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button