આમચી મુંબઈ

મોદી 2029 પછી પણ વડા પ્રધાન રહેશે: દેવેન્દ્ર ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2029 પછી પણ દેશનું નેતૃત્વ કરતા રહેશે અને ઉત્તરાધિકારીની ચર્ચા કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ફડણવીસે આ સ્પષ્ટતા શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતના ગયા મહિને કરવામાં આવેલા દાવાના જવાબમાં આવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે મોદીએ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખ્યાલયની મુલાકાત લીધી હતી જેથી તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે તે સંદેશ આપી શકાય.

મોદીના ઉત્તરાધિકારી વિશે નાગપુરમાં કરેલી તેમની અગાઉની ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવતાં, ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે, ‘મેં કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી વિશે વિચારવાનો આ યોગ્ય સમય નથી, કારણ કે, 2029માં મોદી ફરીથી વડા પ્રધાન બનશે.’

તેઓ મુંબઈમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમમાં બોલી રહ્યા હતા. રાઉતે એવો દાવો કર્યો હતો કે મોદી કદાચ 30 માર્ચે આરએસએસ મુખ્યાલયમાં ‘સપ્ટેમ્બરમાં થનારી તેમની નિવૃત્તિની અરજી લખવા ગયા હતા.’ ભાજપના નેતાઓને 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થવાના નિયમનો હવાલો આપતાં તેમની આ ટિપ્પણી હતી.

પીએમ તરીકે ત્રીજા કાર્યકાળમાં રહેલા મોદી આ વર્ષે સપ્ટેમ્બરમાં 75 વર્ષના થશે. એવું લાગે છે કે મોદીના વારસદારનો નિર્ણય આરએસએસ દ્વારા લેવામાં આવશે, તેથી જ મોદીને (આરએસએસ મુખ્યાલયમાં) બોલાવવામાં આવ્યા હતા અને ચર્ચાઓ થઈ હતી. સંઘની ચર્ચાઓ બંધ દરવાજા પાછળ થાય છે. સંકેતો ખૂબ જ સ્પષ્ટ છે. સંઘ આગામી નેતા નક્કી કરશે અને તે નેતા મહારાષ્ટ્રનો હોઈ શકે છે, એવો દાવો રાજ્યસભાના સભ્યે કર્યો હતો.

ફડણવીસે રાઉતના દાવાને ફગાવી દેતાં કહ્યું હતું કે, ‘આપણી સંસ્કૃતિમાં, જ્યાં સુધી પિતા જીવિત હોય છે ત્યાં સુધી ઉત્તરાધિકારી વિશે વાત કરવી અયોગ્ય છે. આવી સંસ્કૃતિ મુઘલમાં છે. તેની ચર્ચા કરવાનો સમય આવ્યો નથી.
આરએસએસના વરિષ્ઠ નેતા સુરેશ ‘ભૈયાજી’ જોશીએ કહ્યું હતું કે તેઓ (વડા પ્રધાન)ના સ્થાનાંતરણની કોઈપણ ચર્ચા અંગે જાણતા નથી.

આપણ વાંચો: વકફ કાયદો બનતાની સાથે જ મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં; વિરોધ પક્ષના નેતાની ચિંતા વધશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button