નેશનલ

ક્કડભૂસ થતા વૈશ્વિક શેરબજારમાથી પણ આ શખ્સ કમાયો અરબો રૂપિયાનો નફો, જાણો વિગતે…

નવી દિલ્હી : અમેરિકાની ટેરિફ વોરની અસરથી સમગ્ર વિશ્વના શેરબજારોમા અફડા તફડીનો માહોલ છે. જેના કારણે વિશ્વભરના અબજોપતિઓની સંપત્તિમા પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે.તેવા સમયે આ માહોલ પણ પણ વોરેન બફેટની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 184 દેશો પર ભારે ટેરિફ લગાવ્યા બાદ વૈશ્વિક બજારોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારોમાં ઘટાડો થયો અને યુએસ બજારો માર્ચ 2020 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.પરંતુ આ ઘટાડા વચ્ચે વોરેન બફેટે માત્ર પોતાને બચાવ્યા જ નહીં પરંતુ તેમની કુલ સંપત્તિમાં 11.5 બિલિયન ડોલરનો વધારો કરીને તેને 155 બિલિયન ડોલર કરી દીધી છે.

બે દિવસમાં કુલ 500 બિલિયન ડોલરથી વધુ સંપત્તિ ગુમાવી
મળતી માહિતી મુજબ વિશ્વના 500 સૌથી ધનિક લોકોએ બે દિવસમાં કુલ 500 બિલિયન ડોલરથી વધુ સંપત્તિ ગુમાવી દીધી છે. શુક્રવારે જ અબજોપતિઓએ 329 બિલિયન ડોલર ગુમાવ્યા.જે કોવિડ-19 પછી એક દિવસમાં થયેલું સૌથી મોટું નુકસાન છે.

ઇલોન મસ્કની સંપત્તિમા 135 બિલિયન ડોલરનો ઘટાડો

સૌથી મોટો ફટકો ઇલોન મસ્કને પડ્યો છે. જેમની સંપત્તિમાં 135 બિલિયન ડોલરનો ઘટાડો થયો. જ્યાં માર્ક ઝુકરબર્ગે 27 બિલિયન ડોલર ગુમાવ્યા હત . જેફ બેઝોસે 45.2 બિલિયન ડોલર અને બિલ ગેટ્સે 3.38 બિલિયન ડોલર ગુમાવ્યા છે. તેનાથી વિપરીત વોરેન બફેટ એકમાત્ર અબજોપતિ હતા જેમની સંપત્તિમાં વધારો થયો.

વોરેન બફેટને બધું અગાઉથી ખબર હતું

આનું સૌથી મોટું કારણ બફેટે 2023 માં લીધેલો નિર્ણય હતો. હકીકતમાં જ્યારે વિશ્વ શેરબજારમાંથી નફો કમાઈ રહ્યું હતું. ત્યારે તેમણે શેરબજારમાં રોકાણ ઘટાડ્યું અને લગભગ 300 અબજ ડોલર રોકડા રાખવાનો નિર્ણય લીધો. એટલે કે તેણે રોકાણમાંથી આ પૈસા ઉપાડીને બેંક ખાતામા મૂક્યા હતા.

334 બિલિયન ડોલર રોકડ અને રોકડ જેવી સંપત્તિ હતી
આ સિવાય તેમણે વર્ષ 2024 મા નક્કી કર્યું હતું કે તે ન તો કોઈ આક્રમક રોકાણ કરશે કે ન તો કોઈ નવા મોટા સોદામાં પ્રવેશ કરશે. તેના બદલે તેમણે ધીમે ધીમે તેના પોર્ટફોલિયોમાંથી શેર વેચવાનું શરૂ કર્યું. વર્ષના અંતે બર્કશાયર હેથવે પાસે 334 બિલિયન ડોલર રોકડ અને રોકડ જેવી સંપત્તિ હતી.

બફેટની રોકડ હવે બર્કશાયરના કુલ બજાર મૂલ્યના લગભગ એક તૃતીયાંશ જેટલી છે. જે દર્શાવે છે કે તેઓ વર્ષ 2024માં ઊંચા બજાર મૂલ્યાંકન અંગે કેટલા સાવધ હતા. આ સમયગાળા દરમિયાન, બર્કશાયરે 143 બિલિયન ડોલરના શેર વેચ્યા. જે 2023માં વેચાયેલા 41 બિલિયન ડોલર અને 2022માં વેચાયેલા 34 બિલિયન ડોલર કરતા અનેક ગણા વધારે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button