
નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલને સંસદની સાથે રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યા પછી પણ એના વિરોધમાં મુસ્લિમ સંગઠનોની સાથે કોંગ્રેસ પાર્ટીએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. વિવિધ પાર્ટી સાથે મુસ્લિમ સંગઠનોએ વક્ફ સંશોધન બિલના વિરોધમાં અત્યાર સુધીમાં 14 અરજી કરવામાં આવી છે, જેના પર સુપ્રીમ કોર્ટ વહેલા સુનાવણી હાથ ધરી શકે છે.
વક્ફ સંશોધન બિલના વિરોધમાં ડીએમકે પડકારીને અરજીમાં કહ્યું છે કે તમિલનાડુમાં લગભગ પચાસ લાખ મુસ્લિમો અને દેશના 20 કરોડ મુસ્લિમના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તમિલનાડુ વિધાનસભામાં 27 માર્ચના કેન્દ્ર સરકારને બિલ પરત લેવાના પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો, જ્યારે આરજેડીએ પણ વક્ફ બિલની વિરોધમાં અરજી કરી હતી. એના સિવાય કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ પણ સર્વોચ્ચ અદાલતમાં વિરોધ નોંધાવી અરજી કરી છે.
આ પણ વાંચો: વક્ફ બિલ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યું નિશાન, હવે ખ્રિસ્તી અને બૌદ્ધની સંપત્તિ પર નજર…
વક્ફ સંશોધિત બિલના વિરોધમાં ભારતના મુસ્લિમ સંગઠનોએ પણ વિરોધ કરીને પ્રદર્શનો કર્યાં હતા, જ્યારે જમ્મુ કાશ્મીર સહિત કોંગ્રેસ શાસીત રાજ્યોમાં પણ આ બિલનો જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અગાઉ કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે પહેલી અરજી કોર્ટમાં કરી હતી. એના સિવાય અસદ્દુદીન ઓવૈસી (એઆઈએમઆઈએમના નેતા), એસોસિયેશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ (સામાજિક સ્વૈચ્છિક સંસ્થા-એનજીઓ), અમાનતુલ્લાહ ખાન (આમ આદમી પાર્ટીના નેતા)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, સામાન્ય જનતા-સંગઠનો પૈકી મૌલાના અરશદ મદની (જમીયતલ-ઉલેમા-એ હિંદ), સમસ્ત કેરલ જમીયત ઉલેમા, તૈય્યબ ખાન સલમાની (લો સ્ટૂડન્ટ), અંજુમ કાદરી (એક્ટિવિસ્ટ), ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, એસડીપીઆઈ, આઈયુએમએલ, ડીએમકે વતીથી એ. રાજા, કોંગ્રેસ પાર્ટીના સાંસદ ઈમરાન પ્રતાપગઢી, આરજેડીના સાંસદ મનોજ ઝા અને ફૈયાઝ અહેમદે પણ અરજી કરી છે.
આ પણ વાંચો: વક્ફ બિલની ચર્ચામાં પ્રિયંકા ગાંધી ગેરહાજરી મુસ્લિમ લીગને ખૂંચી! રાહુલ ગાંધી મામલે પણ…
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વકીલે કહ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વક્ફ સંશોધન બિલની સામે વિરોધ નોંધાવ્યો છે, જ્યારે પોતાનું સ્ટેન્ડ પણ જાહેર કર્યું હતું. આ બિલ ભેદભાવપૂર્ણ અને બંધારણના આર્ટિકલ 25નું ઉલ્લંઘન કરે છે. આ એક્ટ અન્વયે ધાર્મિક બાબતમાં પણ છેડછાડ કરી છે. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ વક્ફનું મોનિટરિંગ કરે છે.