તમિલનાડુના ગવર્નરના ‘પાવર’ પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, સ્ટાલિને કહ્યું ‘મોટી’ રાહત…

નવી દિલ્હીઃ રાજ્યની વિધાનસભામાં કોઈ બિલ પાસ થયા તેના પછી તેના પર રાજ્યપાલની મંજૂરી લેવામાં આવે છે, ત્યાર બાદ તે બિલ અમલમાં આવે છે. જોકે, સંવિધાનના અનુચ્છેદ 200માં રાજ્યપાસ પાસે બિલને મંજૂર કરવાનો અધિકાર છે, એટલું જ નહીં, પરંતુ તે બિલને રોકી પણ શકે અને રાષ્ટ્રપતિ પાસે પણ મોકલી શકે છે. મહત્વની વાત એ છે કે, જો એ જ બિલને વિધાનસભામાં ફરી પસાર કરીને પાસ કરવામાં આવે તો રાજ્યપાલે તેને મંજૂરી આપવી પડે છે. પરંતુ તમિલનાડુમાં આવું થયું નહીં. તમિલનાડુ વિધાનસભામાં પાસ થયેલા 10 બિલને મંજૂરી આપવાની રાજ્યપાલ રોક લગાવી અને તેને રાષ્ટ્રપતિ પાસે મૂકવાનો નિર્ણય કર્યો હતો. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ રાજ્ય સરકારની અપીલને સ્વીકારીને ગવર્નર આરએન રવિના 10 બિલને મંજૂરી આપવાનો નિર્ણયને ગેરકાયદે અને મનસ્વી ગણાવ્યો હતો.
રાજ્યપાલના નિર્ણયને ગેરકાયદે અને મનસ્વી જાહેર કર્યો
વિધાનસભામાં બે વખત બિલ પાસ કરવામાં આવ્યું છતાં પણ રાજ્યપાલે તેને મંજૂરી નહોતી આપી જેથી. તમિલનાડુ રાજ્ય સરકારે આને બંધારણનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો છે અને રાજ્યપાલના નિર્ણયને ગેરકાયદે અને મનસ્વી જાહેર કર્યો છે. એટલું જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ આરએન રવિના 10 મહત્વપૂર્ણ બિલોની સંમતિ અટકાવવાના પગલાને ‘ગેરકાયદેસર’ અને ‘મનસ્વી’ ગણાવ્યું છે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે રાજ્યપાલનું આ પગલું બંધારણની વિરુદ્ધ હતું અને તેને રદ કરવામાં આવે છે.
તમિલનાડુના મુખ્યમંત્રીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટનો આ ચુકાદા તમિલનાડૂ સરકાર માટે જ નહીં પરંતુ ભારતના દરેક રાજ્ય માટે મહત્વનો સાબિત થયો છે. તમિલનાડુના મુખ્યમંત્રીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. કહ્યું કે, આ ફક્ત તમિલનાડુ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક મોટી જીત છે.’ દરેક રાજ્યો પાસે આ અધિકાર છે, તેનું કોઈ રાજ્યપાલ આ રીતે ઉલ્લંખન ના કરી શકે. બંધારણમાં ઉલ્લેખ છે કે, કોઈ બિલને રાજ્યપાલ મંજૂરી ના આપે અને તે જ બિલને ફરી વિધાનસભામાં પાસ કરવામાં આવે તો રાજ્યપાલે મંજૂરી આપવી જ પડે!
આ પગલું ગેરકાયદેસર હતું અને તેને રદ કરવામાં આવે છે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યપાલનું આ પગલું ગેરકાયદેસર હતું અને તેને રદ કરવામાં આવે છે. આ બિલો એજ તારીખથી મંજૂર થયેલા માનવામાં આવશે, તે તારીખે રાજ્યપાલ પાસે મુકલામાં આવ્યાં હતા. કોર્ટે એવું પણ કહ્યું કે, બંધારણે રાજ્યપાલને જે અધિકારો આપ્યા છે તેનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. રાજ્યપાલે આ કામ પારદર્શિતા સાથે અને બંધારણની રીતે કરવું જોઈએ. વધુમાં કોર્ટે રાજ્યપાલના નિર્ણય બાબતે કહ્યું કે, તેમનો આ નિર્ણ ન્યાયિક સમીક્ષાના દાયરામાં લાવી શકાય છે. કોર્ટે રાજ્યપાલો માટે સમયમર્યાદા નક્કી કરી છે અને જો રાજ્યપાલો એક મહિનાની અંદર નિર્ણય નહીં લે તો તેમના કાર્યોની તપાસ કરવામાં આવશે.
આપણ વાંચો : PM મોદીનો એમકે સ્ટાલિન પર સીધો કટાક્ષ, કહ્યું – અમુક લોકોને રડવાની આદત હોય છે…