વડોદરા

વડોદરામાં મહિલાનો અશ્લીલ વીડિયો બનાવનાર ગઠિયો ઝડપાયો, કોણે નોંધાવી ફરિયાદ?

વડોદરાઃ ગુજરાતમાં અનેક ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે, જેને લઈ મહિલાઓ સુરક્ષિત છે કે કેમ? તે એ એક ગંભીર પ્રશ્ન બની ગયો છે. વડોદરામાં એક ગઠિયા સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. વિગતે વાત કરવામાં આવે તો મુસ્લિમ મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, આ મૌલાના તેના અશ્લીલ વીડિયો બનાવ્યા છે. મહિલા જ્યારે સ્નાન કરી રહી હતી ત્યારે આ મૌલાનાએ બાથરૂમની બારીમાંથી તેનો વીડિયો બનાવ્યો હતો. જો કે, ફરિયાદ નોંધાવવાની સાથે પોલીસે આરોપી મૌલાનાની ધરપકડ કરી લીધી છે.

ફતેહગંજના સયાજીગંજની પોલીસે કરી કાર્યવાહી

આ સમગ્ર ઘટના ફતેહગંજ વિસ્તારમાં બની છે. માહિલાનો વીડિયો બનાવવા મામલે સયાજીગંજ પોલીસે આરોપી મૌલાના હારુન હાફિઝ પઠાણની ધરપકડ કરી છે. વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મહિલા ઘરકામ કરે છે, જ્યારે તેનો પતિ ડ્રાઇવર તરીકે કામ કરે છે. આ સમગ્ર ઘટના ગયા શુક્રવારે બની હતી. શુક્રવારે મહિલા અને તેના સાસુ ઘરે હતા, ત્યારે બપોરે લગભગ 1.30 વાગ્યે મહિલા નહાવા માટે બાથરૂમમાં ગઈ અને તેના સાસુ ઘરે નમાઝ અદા કરી રહ્યાં હતા. આ દરમિયાન મહિલાને લાગ્યું કે કોઈ બારીમાંથી તેને વીડિયો બનાવી રહ્યું છે.

સીસીટીવી કેમેરા ચેક કરતા ઘટનાનો ભાંડો ફૂટ્યો

મહિલાને શંકા ગઈ એટલા માટે તેણે પોતાના સાસુને બોલાવી હતી. બાદમાં જ્યારે ઘરની બાજુમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યાં હતાં. કેમેરા ચેક કરવામાં આવતા સમગ્ર ઘટના સામે આવી અને મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે મૌલાના સામે ફરિયાદ દાખલ કરાવી હતી. જેથી પોલીસે સત્વરે મૌલાનાની ધરપકડ કરી લીધી છે. આ મુસ્લિમ મહિલાએ આરોપી મૌલાનાને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી પણ કરી હતી.

છોટા ઉદેપુરમાં મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો ઢોંગી ભૂવાનો પર્દાફાશ

પોલીસે આરોપીનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો

અત્યારે પોલીસે મૌલાનાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પોલીસે આરોપી પાસેથી તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. આ મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવશે. જેથી પોલીસને ખબર પડે આ પહેલા તેણે કોઈ મહિલાના આવા વીડિયો બનાવ્યા છે કે કેમ? પોલીસ અત્યારે આ દરેક દિશામાં તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, સીસીટીવી ચેક કરવામાં આવતા સમગ્ર ઘટનાના ભાંડો ફૂટયો હતો. આવા આરોપીઓ સામે કડક સજા થવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button