પાકિસ્તાની એક્ટ્રેસે બોલીવૂડ સોન્ગ પર ઠુમકા લગાવી વધાર્યો ઈન્ટરનેટનો પારો…

પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં રહે છે. હાલમાં જ હાનિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે ડાન્સ ફ્લોર પર જોરદાર ઠુમકા લગાવતી જોવા મળી રહી છે. 200માં આવેલી ફિલ્મ કુછ તો હૈના ગીત ડિંગ ડોન્ગ ડોલે પર હાનિયા ડાન્સ કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર હાનિયાનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો આ વીડિયો-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં હાનિયા પેસ્ટલ કલરના લહેંગા ચોલી પહેરીને બાકીના લોકો સાથે કમરના લટકા ઝટકા કરતી જોવા મળી રહી છે. હાનિયાના મૂવ્ઝ જ એ વાત સાબિત કરે છે કે તે એક પ્રોફેશનલ છે અને તે કેમ લોકોના દિલો પર રાજ કરે છે. ફેન્સ સોશિયલ મીડિયા હાનિયાના આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.
હાનિયાના વીડિયો પર એક ફેને કમેન્ટ કરતાં લખ્યું હતું કે હાનિયા હંમેશાથી જ સ્ટેજ પર આગ લગાવે છે, બીજા એક યુઝરે લખ્યું હતું કે આટલા હેવી લહેંગામાં તે ડાન્સ કઈ રીતે કરી શકે છે. પાકિસ્તાની એક્ટ્રેસને બોલીવૂડ સોન્ગ પર ડાન્સ કરતાં જોઈને એક યુઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું હતું કે બોર્ડર્સે બે પ્રદેશને અલગ અલગ દેશમાં વહેંચી દીધા પણ ગીતે અમને એક કર્યા.
આ પહેલી વખત નથી કે આ રીતે હાનિયાએ લગ્નમાં પોતાના ડાન્સથી આગ લગાવી હતી. હાનિયા આ પહેલાં પણ આવું કરી ચૂકી છે. પછી પોતાના મિત્રના લગ્ન હોય કે કોઈ બીજું સેલિબ્રેશનની વાત હોય. આ પહેલાં જાન્યુઆરીમાં બોલીવૂડની ધકધક ગર્લ માધુરી દિક્ષીતના ગીત પર ડાન્સ કરતો તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો હતો.
આ પણ વાંચો: આયુષ્માન ખુરાનાની પત્નીને ફરી થઈ આ બીમારી, સોશિયલ મીડિયા પર આપી માહિતી