સ્પેશિયલ ફિચર્સ

ટોલમાંથી મુક્તિ મેળવવાની આ છે સિમ્પલ ટ્રિક, પછી કહેતાં નહીં કીધું નહોતું…

ભારતમાં રસ્તાઓ પર દરરોજ કરોડોની સંખ્યામાં વાહનો રસ્તા પરથી પસાર થાય છે અને એમાંથી કેટલાય વાહનો સ્ટેટ હાઈવે તો કેટલાક વાહનો નેશનલ હાઈવે પરથી પસાર થાય છે. આ સમયે વાહનો અનેક ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે અને આ ટોલ પ્લાઝા પર વાહનોએ ટોલ ચૂકવવો પડે છે.

પરંતુ શું તમને ખબર છે કે ટોલ પ્લાઝા પરથી પસારા થનારા વાહનો માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે અને એમાંથી કેટલાક નિયમ ટોલ ફ્રી માટે પણ છે. એટલે કેટલાક લોકોને ટોલ માફી મળે છે. જોઈએ શું છે આ નિયમ-

જો ભારતની વાત કરીએ તો હાલમાં ભારતમાં 1065ની આસપાસ ટોલ પ્લાઝા છે અને દર વર્ષે હજારો કરોડોનું રેવેન્યુ આ ટોલ પ્લાઝાના માધ્યમથી જનરેટ થાય છે. તમારી જાણ માટે કે જો તમે ટોલ પ્લાઝાની ખૂબ જ નજીક રહો છો તમારે ટોલ નથી ચૂકવવો પડતો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આવા લોકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આપણ વાંચો: પ્રધાને કબૂલ કર્યું કે મુલુંડ ટોલ પ્લાઝા પરનું હોર્ડિંગ ગેરકાયદે હતું

મળતી માહિતી મુજબ જો તમે ટોલ પ્લાઝાની 20 કિલોમીટરના રેડિયેશનમાં રહો છો તો તમને ટેક્સમાંથી મુક્તિ મળે છે. જોકે, તમારે એ વાતની ખાતરી ટોલ પ્લાઝા પર કરાવવી પડે છે. આ માટે તમારે કોઈ ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ દેખાડવું પડશે અને જો તમે આવું કરવામાં નિષ્ફળ રહેશો તો તમારે ટોલ ચૂકવવો પડશે.

આ ઉપરાંત તમે ખોટુ બોલો છો તમારે એની ભરપાઈ પણ કરવી પડી શકે છે. ઘણી વખત એવું બને છે કે લોકો ટેક્સથી બચવા માટે ખોટું બોલે છે અને બાદમાં તેઓ પકડાઈ જાય છે.

આવી સ્થિતિમાં તમારે કોઈ પણ હિસાબે ટોલ ચૂકવવો જ પડે છે. આ સિવાય તમારે ટોલની સાથે સાથે પેનલ્ટી પણ ચૂકવવી પડી શકે છે. એટલે તમારે ડબલ પૈસા ટોલ પ્લાઝા પર ચૂકવવા પડી શકે છે.

ટોલ પ્લાઝા સંબંધિત આ માહિતી તમે પણ તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો અને તેમને પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના આ નિયમનો ફાયદો ઉઠાવવા માટે પ્રેરણા આપો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button