ગુજરાત અને રાજસ્થાનમાં ‘લૂ’ને લઈ ‘રેડ એલર્ટ’! દિલ્હી-હરિયાણામાં પડશે ભીષણ ગરમી

નવી દિલ્હીઃ ગુજરાતમાં અત્યારે ગરમીનો પારો હાઈ હોવાના કારણે ભારે ગરમી પડી રહી છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ગુજરામાં ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી ગુજરાતમાં હજી પણ વધારે ગરમી વધે તેવી શક્યતાઓ છે.
આ સાથે આગામી બે દિવસ માટે રાજસ્થાનના પશ્ચિમના ભાગોમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન સાથે સાથે દિલ્હીમાં પણ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે, જેથી પશ્ચિમ ભારતમાં ગરમી વધશે.
આપણ વાંચો: Summer Forecast: એપ્રિલ મહિનો રહેશે કાળઝાળ, હવામાન વિભાગ દ્વારા આગ ઓકતી ગરમીની આગાહી
આગાહી પ્રમાણે ગુજરાતમાં ભયંકર ગરમી પડશે
ગુજરાતની વાત કરવામાં આવે તો આ ઉનાળામાં ભારે ગરમી પડવાની છે. એટલું જ નહીં પરંતુ રાજ્યમાં અત્યારથી જ ભારે ગરમીને અહેસાસ થઈ રહ્યો છે. લોકો અત્યારે ગરમીના કારણે ત્રાહિમામ પોકારી રહ્યાં છે.
આવી સ્થિતિમાં હવામાન વિભાગે પાછું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેથી ગુજરાતમાં ભયંકર ગરમી પડવાની છે. ગુજરાત સાથે સાથે પશ્ચિમ રાજસ્થાન, અને પંજાબમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ સાથે સાથે આગામી ચાર દિવસમાં હરિયાણામાં પણ તીવ્ર ગરમી જોવા મળી શકે છે.
આપણ વાંચો: Gujarat ના વાતાવરણમાં પલટો આવશે, હવામાન વિભાગે કરી આ આગાહી
ત્રણ દિવસમાં પશ્ચિમ ભારતમાં ભારે ગરમી પડશે
હવામાન વિભાગે આપેલી વિગતો પ્રમાણે આગામી ત્રણ દિવસમાં પંજાબમાં ગરમી વધવાની છે. જ્યારે આવતીકાલે રાતથી હિમાલય પ્રદેશ પર પશ્ચિમી વિક્ષેપની અસર થશે, જેના કારણે આ પ્રદેશમાં તાપમાનમાં ઘટાડો થશે.
આજે દિલ્હીમાં ભારે ગરમી પડી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે આવતી કાલે લૂ ની સ્થિતિ જોવા મળશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. દિલ્હીના આસપાસના વિસ્તારોમાં પણ ભારે ગરમી પડવાની છે, તેની શક્યતાઓ છે.
આપણ વાંચો: ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે કરી માવઠાની આગાહી! જાણો કયા જિલ્લામાં થશે માવઠું?
દિલ્હીનું લઘુત્તમ તાપમાન 19થી 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
આગાહી પ્રમાણે દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38થી 39 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન 19થી 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
પરંતુ રાજધાની માટે આગામી ચાર દિવસ ભારે ગરમીમાં પસાર થવાના છે. દિલ્હી સાથે સાથે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં પણ ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસમાં ગુજરાતમાં રહેતા લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડશે.