
નવી દિલ્હીઃ આંતરારાષ્ટ્રીય સ્તરે અમેરિકાએ ટેરિફમાં વધારો કરીને દુનિયાના શેરબજાર તૂટવાને કારણે રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. એક બાજુ પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી બે રુપિયા વધારી છે, જ્યારે ડીઝલ પર સરકારે બે રુપિયાનો વધારે કર્યો છે. એક્સાઈઝ ડ્યુટીમાં વધારા પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે એવી શક્યતા વ્યક્ત કરી છે ત્યારે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે કહ્યું છે કે ઇંધણના ભાવો પરની એક્સાઈઝ ડ્યુટીમાં વધારાની ગ્રાહકો પર કોઈ અસર પડશે નહીં. કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ભાવોમાં ઉતારચઢાવને કારણે આ નિર્ણય લીધો છે.

મળતી વિગતો પ્રમાણે સરકારે આજે સોમવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. મહત્વની વાત એ છે કે, તેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં ભારે ઉતાર ચઢાવ આવી રહ્યો છે, આ સાથે સાથે ટ્રેમ્પની રેસિપ્રોકલ ટેરિફ નિતિના કારણે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે.
એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો
સરકાર દ્વારા જે એક્સાઈઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે 8 એપ્રિલથી લાગુ થવાનો છે. સરકાર તરફથી એક સત્તાવાર આદેશ જારી કરીને આ સમગ્ર માહિતી આપવામાં આવી છે. સ્વાભાવિક છે કે અત્યારે પેટ્રોલ અને ડીઝલની ખરીદીમાં વધારો થાય તેવી સંભાવનાઓ છે. નોંધનીય છે કે, નાણા મંત્રાલયે એક્સાઈઝ ડ્યુટીમાં વધારાને લઈને એક સૂચના જારી કરી છે. આ મુજબ, પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી હવે પ્રતિ લિટર ₹ 13 થઈ ગઈ છે. ડીઝલ પર આ ડ્યુટીની વાત કરવામાં આવે તો, તે પ્રતિ લિટર ₹ 10 થઈ ગઈ છે.
એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાની જગ્યાએ વધારો શા માટે કરવામાં આવ્યો?
મહત્વની વાત એ છે કે, પેટ્રોલ ડીઝલની છુટક કિંમતો પર કેવી અસર થશે? તેને લઈને સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ છુટક ભાવેમાં વધારો થવાની સંભાવનાઓ 90 ટકા જેટલી વધી જાય છે. ઉત્પાદન કિંમત પર જો વધારો થયા તે તેની વેચાણ કિંમત પર પણ અસર થતી હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ઘટાડો થયો છે. તેથી, પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા જોઈતા હતા, પરંતુ ભારતમાં તો એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે.
પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે, એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાની જગ્યાએ વધારો શા માટે કરવામાં આવ્યો? આયાત કિંમત ઘટી છે તો ઉત્પાદન કિંમત ક્યારે વધવી ના જોઈએ! પરંતુ ભારતમાં તો આવતી કાલથી એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને અર્થશાસ્ત્રીઓના મનમાં અનેક સવાલો થઈ રહ્યાં છે.
આપણ વાંચો :Third-Party Insurance નહીં હોય તો પેટ્રોલ-ડિઝલ પણ નહીં મળે! સરકાર લાવી શકે છે કડક નિયમ