નેશનલ

મુંબઈ-વારાણસી ફ્લાઈટમાં મહિલાનું મોત, છત્રપતિ સંભાજીનગરમાં ઈમર્જન્સી લેન્ડિંગ

મુંબઈઃ મુંબઈથી વારાણસી જઈ રહેલા વિમાનનું છત્રપતિ સંભાજીનગરમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઈટે ઉડાન ભર્યા પછી મહિલા પ્રવાસીની ઓનબોર્ડ ફ્લાઈટમાં તબિયત બગડી હતી. ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટનું ઈમર્જન્સીમાં લેન્ડિંગ કરવાની નોબત આવી હતી. જોકે, લેન્ડિંગ કર્યા પછી પણ મહિલાને બચાવી શક્યાં નહોતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ઈન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઈટમાં સવારના 89 વર્ષના મહિલા પ્રવાસીનું મોત થયું હતું. આ બનાવ પછી ક્રૂ મેમ્બર્સે પાયલટને જાણ કરી હતી, ત્યાર પછી ઈમર્જન્સીમાં સંભાજીનગર ખાતે ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કર્યું હતું. મુંબઈથી વારાણસી જઈ રહેલી ફ્લાઈટ રવિવારે રાતના ચિકલથાના એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

આ પણ વાંચો: ઈન્ડિગો એરલાઈન્સે લાંચ આપવાની કોશિશ કરી! હેરાન થયેલા પેસેન્જરે લગાવ્યા ગંભીર આરોપ

મહિલા પ્રવાસીની ઓળખ ઉત્તર પ્રદેશના મિરઝાપુરના રહેવાસી સુશીલા દેવી તરીકે કરવામાં આવી છે. મુંબઈથી વારાણસી જતી વખતે તબિયત ખરાબ થવાને કારણે ફ્લાઈટનું રાતના દસ વાગ્યાના સુમારે લેન્ડિંગ કરવું પડ્યું હતું. લેન્ડિંગ પછી મેડિકલ ટીમ દ્વારા મહિલા પ્રવાસીની તપાસ કરવામાં આવી હતી, પરંતુ એ પૂર્વે તેનું મોત થયું હતું.

એરપોર્ટ પરની મેડિકલ ટીમ દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા પછી પ્રવાસીઓમાં આઘાતમાં ડૂબ્યા હતા. એમઆઈડીસીની સિડકો પોલીસે જરુરી ઔપચારિકતા પૂરી કર્યા પછી વિમાનને વારાણસી જવા માટે રવાના કરવામાં આવ્યું હતું. મહિલાના મૃતદેહને છત્રપતિ સંભાજીનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. એરલાઈન પ્રશાસન દ્વારા આ બનાવની સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button