નેશનલ

કાંચા ગચીબોવલીના જંગલ મુદ્દે દિયા મિર્ઝાએ તેલંગાણાના મુખ્ય પ્રધાનને આપ્યો વળતો જવાબ

હૈદરાબાદ: કાંચા ગચીબોવલીના જંગલ કાપવાનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો (kancha gachibowli deforestation) છે. હૈદરાબાદ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ ઝાડ કાપવા સામે અંદોલન છેડ્યું હતું, જેના પ્રતીઘાતો દેશભરમાં પડ્યા હતાં. સુપ્રીમ કોર્ટે ઝાડ કાપવા સામે રોક લગાવી દીધી છે.

આ મુદ્દા અંગે સોશિયલ મીડિયા ચર્ચા શરુ થઇ હતી, ઘણા સેલિબ્રિટીએ પણ વિડીયો શેર કરીને રોષ વ્યક્ત કર્યો હતો. એવામાં તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ (Revanth Reddy) આરોપ લગાવ્યો છે કે દિયા મિર્ઝા(Dia Mirza)એ AI-જનરેટેડ વીડિયો શેર કર્યા છે. હવે દિયા મિર્ઝાએ પલટવાર કર્યો છે.

આપણ વાંચો: અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં પોલીસની કાર્યવાહી, તેલંગણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીને દિલ્હી બોલાવ્યા

તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ દાવો કર્યો હતો કે જંગલોના કાપવા સામે વિદ્યાર્થીઓના વિરોધના સમર્થનમાં દિયા મિર્ઝાએ AI-જનરેટેડ ફોટા અને વીડિયોનો શેર કર્યા હતાં. હવે, દિયાએ રેવંત રેડ્ડીએ સામે વળતો પ્રહાર કર્યો છે.

દિયાએ લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. દિયા મિર્ઝાએ X હેન્ડલ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે તેલંગાણા સરકારે આવા દાવા કરતા પહેલા ફેક્ટ ચેક કરવું જોઈએ.

આપણ વાંચો: તબ્લિગી જમાતના સંમેલન માટે રેવંત રેડ્ડીએ કરોડો ફાળવતા વિવાદ..

દિયા મિર્ઝાએ શું કહ્યું?

અભિનેત્રી દિયા મિર્ઝાએ એક પોસ્ટમમાં લખ્યું, ‘તેલંગાણાના મુખ્યપ્રધાને ગઈકાલે ટ્વિટ કર્યું. તેમણે કાંચા ગચીબોવલીની સ્થિતિ વિશે કેટલાક દાવા કર્યા. એક દાવો એવો હતો કે જેને સરકાર વેચવા માંગે એ 400 એકર જમીન પર વનનાબૂદી સામે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા માટે મેં નકલી AI-જનરેટેડ વિડિઓઝ અને ફોટાનો ઉપયોગ કર્યો હતો.

આ બિલકુલ જૂઠાણું છે. મેં AI-જનરેટેડ આવા વિડિઓઝ અને ફોટા પોસ્ટ કર્યા નથી. મીડિયા અને તેલંગાણા સરકારે આવા દાવા કરતા પહેલા તથ્યો તપાસવા જોઈએ.”

શું છે કાંચા ગચીબોવલીના જંગલનો મુદ્દો:

તેલંગાણા સરકારે હૈદરાબાદ યુનિવર્સિટી પાસે કાંચા ગચીબોવલીના જંગલની 400 એકર જમીન પર IT પાર્ક બનાવવાની યોજના બનાવી છે.

જંગલો કાપવા માટે બુલડોઝર્સ આવી પહોંચતા યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન શરુ કર્યું હતું, આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી, જેના ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયાં હતાં.

હાલમાં આ કેસ તેલંગાણા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેમાં સુનાવણી હેઠળ છે. હાલમાં કોર્ટે વૃક્ષો કાપવા પર પ્રતિબંધ લાદ્યો છે. દેશભરમાં લોકો સરકાર તેલંગાણા સર્કાસર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button