એક્ટ્રેસના બોડી ડબલ તરીકે કરિયરની શરૂઆત કરી આ અભિનેતાએ, આજે કરોડોમાં છે નેટવર્થ…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જમ્પિંગ જેકના હુલામણા નામે ઓળખાતા જિતેન્દ્રનો આજે જન્મદિવસ છે અને આજે પણ તેમની ગણતરી ઈન્ડસ્ટ્રીના ચાર્મિંગ એક્ટર્સમાં કરવામાં આવે છે. પોતાના સક્સેસફૂલ કરિયરમાં દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન જેવા મોટા મોટા સ્ટાર્સને ટક્કર આપી છે.
તેમની ડાન્સિંગ સ્કિલ્સને કારણે તેમને જમ્પિંગ જેકના નામ પણ ઓળખવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે જિતેન્દ્રએ પોતાના કરિયરની શરૂઆત એક હીરોઈનના બોડી ડબલ તરીકે કરી હતી? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…
જી હા, આ હકીકત છે.
જિતેન્દ્રએ પોતાના કરિયરની શરૂઆતમં અનેક એવી ફિલ્મોમાં કામ કર્યું જેના માટે એમને પૈસા ના મળ્યા. તેમણે 100 રૂપિયા પોતાની પહેલી ફિલ્મ સાઈન કરી હતી. ફિલ્મ શેરામાં તેમણે લીડ એક્ટ્રેસના બોડી તરીકે કામ કર્યું હતું અને આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ સંધ્યા શાંતારામ હતા.
આપણ વાંચો: પત્નીની જીદને કારણે માંડ માંડ બચ્યો જિતેન્દ્રનો જીવ.. ઘટના યાદ કરીને આજે પણ ગભરાય છે અભિનેતા
200થી વધુ ફિલ્મોમાં કર્યું કામ
જિતેન્દ્રએ 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમાંથી 121 ફિલ્મ સુપરિહટ હતી. પરિચય, તોહફા, હિંમતવાલા, કારવા, મકસદ, સ્વર્ગ સે સૂર, ધરતી કાહે પુકારે, ખુદગર્ઝ , થાનેદાર, ધરમવીર, સ્વર્ગ નરક, ઉધાર કા સિંદુર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
ફિલ્મોથી દૂર પણ કરોડોમાં છે નેટવર્થ
19 વર્ષ કરતાં પણ લાંબા સમયથી જિતેન્દ્ર ફિલ્મોથી દૂર છે અને આજે જિતેન્દ્ર 83 વર્ષના છે અને તેમની કમાણી કરોડોમાં છે. રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો જિતેન્દ્રની નેટવર્થ 1500 કરોડ રૂપિયાથી વધુની છે. જિતેન્દ્ર એક્ટિંગ સિવાય પ્રોડક્શનથી પણ ધૂમ કમાણી કરી છે અને તેમની ગણતરી સક્સેસફૂલ પ્રોડ્યુસરમાં કરવામાં આવે છે.
આપણ વાંચો: 90ના દશકમાં સ્ટાર્સ ઉપર આવાં ‘જુલમ’ થતાં!
આ સિવાય મુંબઈના જુહૂ ખાતે જિતેન્દ્રનો બંગલો આવેલો છે જેની કિંમત 90 કરોડ રૂપિયાથી પણ ઉપર હોવાનું કહેવાય છે. જિતેન્દ્ર પાસે ઓડી એ8 (1.50 કરોડ રૂપિયા), રેન્જ રોવર (3 કરોડ રૂપિયા) અને જગુઆર એફ-પેસ (70 લાખ રૂપિયા) કહેવાય છે.
પરિવાર-મિત્રો સાથે કર્યું સેલિબ્રેશન
જિતેન્દ્ર કપૂરે આજે પરિવાર અને મિત્રોની હાજરીમાં પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યું અને સોશિયલ મીડિયા પર એના ફોટો ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. એક્તા કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સેલિબ્રેશનના ફોટો શેર કર્યા છે જેમાં તે પિતા જિતેન્દ્ર કપૂર અને ભાઈ તુષાર કપૂર સહિત બીજી સેલિબ્રિટીઓ સાથે જોવા મળી રહ્યા છે.