લાપત્તા લેડીઝની સ્ટોરી ચોરીનો માલ?: આ ફ્રેન્ચ ફિલ્મમેકરના દાવાથી ખળભળાટ…

આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ બનેલી કિરણ રાવે નિર્દેશન કરેલી ફિલ્મ લાપત્તા લેડીઝ ભારત તરફથી ઓસ્કાર એવોર્ડ મોકલવામાં આવેલી હતી. ફિલ્મે એવોર્ડ તો ન જીત્યો પણ હવે એક મોટા વિવાદમાં સપડાઈ છે.
ફિલ્મની સ્ટોરી ચોરી કરવામાં આવી હોવાનો આરોપ લાગી રહ્યો છે. આ ફિલ્મને ફ્રાંસની ફિલ્મ બુરખા સિટીની કૉપી માનવામાં આવે છે અને તેના કેટલાય સિન્સ આબેહૂબ એક સરખા જ હોવાનું કહેવાય છે. જોકે ફિલ્મના રાઈટલ બિપ્લવ ગૌસ્વામીએ કહ્યું છે કે ફિલ્મની વાર્તા તેઓ વર્ષો પહેલા લખી ચૂક્યા છે. હવે ફ્રાન્સિસ ડિરેક્ટર ફેબ્રિસ બ્રૈકે રિએક્ટ કર્યું છે અને તેણે કહ્યું કે આ ફિલ્મ મારી ફિલ્મની કૉપી છે અને તેને જોઈને હું હેરાન થઈ ગયો છું.
એક મીડિયા હાઉસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મારી શોર્ટ ફિલ્મના ઘણા સિન્સ આ ફિલ્મમાં મેં જોય. એ જ પત્ની બદલાઈ જવાની સ્ટોરી, પ્રેમાળ પતિ, માથા ફરેલો પોલીસ અધિકારી આ બધુ મેં જોયું ત્યારે હું હેરાન થઈ ગયો.
ફિલ્મની સમાનતાઓ વિશે વાત કરતાં, તેણે વધુમાં કહ્યું કે દયાળુ પતિ તેની પત્નીને જુદી જુદી દુકાનોમાં શોધે છે તે દ્રશ્ય ખાસ કરીને છતી કરે છે. તે દુકાનદારોને તેની બુરખાવાળી પત્નીની તસવીર બતાવે છે, જેવી રીતે મારી શોર્ટ ફિલ્મમાં બતાવવામાં આવી છે, પછી દુકાનદારની પત્ની બુરખો પહેરીને બહાર આવે છે.
આ પણ વાંચો: તારીખો નોંધી લોઃ આવતા મહિનાઓમાં પિરસાશે મનોરંજનનો ખજાનો
ફિલ્મનો અંત પણ એ જ છે, જ્યાં આપણે જાણીએ છીએ કે મહિલાએ જાણી જોઈને તેના અપમાનજનક પતિથી ભાગી જવાનું નક્કી કર્યું હતું. ફ્રેન્ચ ફિલ્મ મેકરે વધુમાં કહ્યું કે આટલું જ નહીં, ફિલ્મનો મેસેજ પણ એક જ છે, જે મારા માટે પણ આશ્ચર્યજનક છે.
બીજી બાજુ બિપ્લવ ગૌસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા સાથે લખ્યું છે કે મારી ફિલ્મ ટુ બ્રાઈડ્સના નામે મેં 2014માં રજિસ્ટર કરી હતી. તેમાં પણ આ બધા સિન્સ છે જ.
આ પણ વાંચો: લોકો સિકંદરને વખોડતા રહ્યા અને સલમાન ખાને કર્યું કંઈક એવું કે…
તેમણે જણાવ્યું કે શેક્સપિયરથી માંડી રવિન્દ્રનાથ ટાગોર સુધી બધાએ ઘુંઘટથી વેશ બદલવા કે કન્ફ્યુઝન ઊભા થવાના કોન્સેપ્ટને અપનાવ્યો છે. આ સાથે વિશ્વભરમાં લિંગભેદ, પુરુષોનું વર્ચસ્વ વગેરે કોમન સામાજિક વિષયો છે, જેથી આ પ્રકારનો યોગાનુયોગ થયો હોઈ શકે, પરંતુ મારી સ્ટોરી અને ડાયલૉગ્સ એકદમ ઓરિજનલ છે. આ ફિલ્મની સહલેખિકા સ્નેહા દેસાઈ છે. આ ફિલ્મને આઈફા એવોર્ડ્સમાં પણ સૌથી વધારે એવોર્ડ્સ મળ્યા છે.