આપણું ગુજરાત

શામળિયા શેઠને 3 કિલો સોનું, 700 ગ્રામ હીરા અને નવરત્ન જડિત 4.25 કરોડનો મુગટ અર્પણ…

અમદાવાદઃ ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાને 4.25 કરોડથી વધુની કિંમતનો સોનાનો મુગટ ભેટમાં આપવામાં આવ્યો છે. ભક્તોએ અર્પણ કરેલા દાગીનામાંથી આ મુગટ તૈયાર કરવામાં આવ્યો છે. ભક્તોની શ્રદ્ધાના પ્રતીક સમાન આ મુગટથી ભગવાન શામળિયા વધુ ઝળહળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 3 કિલો સોનું અને 700 ગ્રામ હીરા સહિત નવરત્નોનો ઉપયોગ કરી આ મુગટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ મુકટ બનાવવામાં 3 મહિનાથી વધુનો સમય લાગ્યો
નોંધનીય છે કે, આ સોના અને હિરા જડિત મુકટ બનાવવામાં 3 મહિનાથી વધુનો સમય લાગ્યો હતો. ભગવાનને અર્પણ કરવામાં આવેલો આ મુગટ ભક્તો દ્વારા અર્પણ કરાયેલા સોના-ચાંદીના દાગીનામાંથી બનાવવામાં આવ્યો છે. શામળાજી મંદિરમાં દૂર-દૂરથી ભક્તો કાળિયા ઠાકરનાં દર્શન કરવા આવે છે અને પોતાની શ્રદ્ધા અનુસાર ભેટ-સોગાદ અર્પણ કરે છે. આ ભેટ-સોગાદોનો ઉપયોગ મંદિરના વિકાસ અને ભગવાનના શણગાર માટે કરવામાં આવે છે.

મુગટની સંપૂર્ણ કામગીરી 10થી 12 કારીગર દ્વારા કરવામાં આવી
આ કલાત્મક મુગટ અમદાવાદની એક કંપનીના 10થી વધુ કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યો છે. મુગટનું કુલ વજન 3 કિલો છે, જેમાં 700 ગ્રામ હીરા ઉપરાંત કલગી અને કુંડળ સહિત પન્ના, માણેક, હીરા, પોખરજ જેવાં નવરત્ન લગાવવામાં આવ્યા છે. વિષ્ણુ ભગવાનના કમળને મુગટના સેન્ટરમાં લગાવવામાં આવ્યું છે. મુગટની સંપૂર્ણ કામગીરી 10થી 12 કારીગર દ્વારા કરવામાં આવી હતી. જેને બનાવવા માટે ત્રણ મહિનાનો સમય લાગ્યો છે. યાત્રાધામ શામળાજી મંદિર ખાતે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શાનાર્થે આવે છે અને ભેટ સોગાતોનું દાન અર્પણ કરતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button