મુંબઈ મેટ્રો 2B કોરિડોરના પ્રવાસીઓ માટે આવ્યા મોટા સમાચાર, જાણો શું થશે ફાયદો?

મુંબઈઃ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમઈઆરડીએ) 8 એપ્રિલથી મંડલે અને ડાયમંડ ગાર્ડન વચ્ચે મુંબઈ મેટ્રો લાઇન 2B (યલો લાઈન)ના 5.6 કિમીના પટ્ટામાં ઓવરહેડ ઇક્વિપમેન્ટ (ઓએચઈ)ને વિદ્યુતીકરણનું કામકાજ શરૂ કરવામાં આવશે, તેને કારણે આ 23.6-cm એલિવેટેડ કોરિડોરના તબક્કાવાર રોલઆઉટની શરૂઆત થવાની આશા બળવત્તર બનશે. જોકે, આ લાઈનમાં કાર્યની શરૂઆતથી ઘણા વિલંબનો સામનો કરવો પડ્યો છે, પરંતુ હવે વધુ ઝડપથી કાર્યરત થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મંડાલે ડેપોમાં ટ્રેક પરનું વિદ્યુતીકરણનું કામ પૂરું
મંડાલે ડેપોની અંદર ટેસ્ટ ટ્રેક પર વિદ્યુતીકરણનું કામ પૂર્ણ થઈ ગયું છે અને પ્રથમ ટ્રેનસેટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યો છે. અમે આ વર્ષના અંત પહેલા મંડાલેથી ડાયમંડ ગાર્ડન સુધીના પટ્ટાને કાર્યરત કરવાનો લક્ષ્ય રાખ્યો છે. મેટ્રો લાઇન 2B એ લાઇન 2A સાથે વ્યાપક મેટ્રો લાઇન 2 કોરિડોરનો એક ભાગ છે, જે પશ્ચિમમાં ડીએન નગરને પૂર્વમાં મંડાલે સાથે જોડે છે, અને બાંદ્રા, કુર્લા અને ચેમ્બુર જેવા મુખ્ય વિસ્તારમાંથી પસાર થાય છે.
સંપૂર્ણ ચાલુ થયા પછી 10 લાખ લોકો મુસાફરી કરશે
એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી, તે દરરોજ 10 લાખથી વધુ પ્રવાસીનું વહન કરી શકે તેવી અપેક્ષા છે, જેનાથી મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકની ભીડમાં નોંધપાત્ર ઘટાડો થશે. વિલંબને ધ્યાનમાં રાખીને, એમએમઆરડીએ હવે પ્રોજેક્ટને તબક્કાવાર અમલમાં મૂકી રહ્યું છે, જેમાં મંડલે-ડાયમંડ ગાર્ડન સેગમેન્ટને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ લાઇન મુંબઈની અન્ય મેટ્રો લાઇનની જેમ જ 25kV AC OHE સિસ્ટમ પર ચાલશે.
72 મેટ્રો ટ્રેન પાર્ક કરવાની ક્ષમતા
મેટ્રો 2Bના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મુખ્ય ભાગ મંડલે ડેપો છે, જે માનખુર્દમાં 31.4 હેક્ટરના પ્લોટ પર આવેલો છે. મોટા ભાગે સરકારી માલિકીની જમીન પર બનેલ આ ડેપો ડબલ-ડેકર માળખા સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તેમાં 72 મેટ્રો ટ્રેન પાર્ક કરવાની ક્ષમતા હશે. આ સુવિધા લાઇન 2બીના પૂર્વીય વિભાગ માટે ટ્રેન જાળવણી, સ્ટેબલિંગ અને કામગીરી માટે મહત્વપૂર્ણ છે.
આઠમી એપ્રિલ પછી ટ્રાયલ રનનો ટાર્ગેટ
એમઈઆરડીએ 8 એપ્રિલ પછી તરત જ આ સેગમેન્ટ પર ટ્રાયલ રન પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખે છે, જેનાથી સલામતી નિરીક્ષણો અને મંજૂરીઓનો માર્ગ મોકળો થશે. ઓથોરિટી આશાવાદી છે કે આ ભાગ 2025ના અંત સુધીમાં કાર્યરત થઈ જશે, જે પૂર્વીય ઉપનગરોમાં દૈનિક મુસાફરોને મોટી રાહત આપશે. ડાયમંડ ગાર્ડનથી ડીએન નગર સુધીની લાઇન 2Bનો બાકીનો ભાગ બાંધકામના વિવિધ તબક્કામાં છે, અને તેના પૂર્ણ થવાની સમયમર્યાદા ભવિષ્યની મંજૂરીઓ અને ભંડોળ પર આધારિત રહેશે.
આપણ વાંચો : Mumbai Metro 7A અધ્ધરતાલ? સરકારની ભૂલને લીધે જનતા પર કરોડોનો બોજ