મહારાષ્ટ્ર

બીડની મસ્જિદમાં બ્લાસ્ટ: બે આરોપી વિરુદ્ધ યુએપીએ લગાવાયો

મુંબઈ: બીડ જિલ્લામાં આવેલી મસ્જિદમાં બ્લાસ્ટ કરવા બદલ ધરપકડ કરાયેલા બે આરોપી વિરુદ્ધ આતંકવાદી કૃત્ય કરવા માટે કઠોર અનલોફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ તેમ જ ભારતીય ન્યાય સંહિતાની કલમો લાગુ કરવામાં આવી છે.
બીડ જિલ્લાના ગેઉરાય તાલુકાના અર્ધ માસલા ગામમાં સરઘસ દરમિયાન બે જૂથ વચ્ચે ઝઘડા બાદ 30 માર્ચે ઇદ-ઉલ-ફિત્ર વખતે મસ્જિદમાં જિલેટિન સ્ટિક્સનો વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં કોઇ ઇજા પામ્યું નહોતું, પરંતુ મસ્જિદના માળખાના આંતરિક હિસ્સાને નુકસાન થયું હતું. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીે વિજય રામા ગવ્હાણે (22) અને શ્રીરામ અશોક સાગડે (24)ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.

બીડ પોલીસે આરંભમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો 298 (ધર્મસ્થળે કોઇ પણ વર્ગના ધર્મનું અપમાન કરવાના હેતુથી ભાંગફોડિયા પ્રવૃત્તિ કરવી), 299 (ધાર્મિક લાગણી દુભાય એવું કૃત્ય કરવું) અને 196 (બે જૂથ વચ્ચે દુશ્મનાવટ પેદા કરવી) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: ઈદની ઉજવણી પૂર્વે બીડની મસ્જિદમાં જિલેટિન સ્ટિક્સના બ્લાસ્ટથી ખળભળાટ…

તપાસમાં આ આતંકવાદી કૃત્ય હોવાનું જણાયા બાદ હવે ભારતીય ન્યાય સંહિતાની કલમ 113 (આતંકવાદી કૃત્ય) અને યુએપીએની કલમો 15,16, 18 લાગુ કરવામાં આઆવી છે. યુએપીએ હેઠળ હવે આરોપીઓને જામીન મેળવવાનું મુશ્કેલ બનશે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button