નેશનલ

PM મોદીનો એમકે સ્ટાલિન પર સીધો કટાક્ષ, કહ્યું – અમુક લોકોને રડવાની આદત હોય છે…

રામેશ્વરમઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની શ્રીલંકાની યાત્રા કરી આ દરમિયાન તેમના આ પ્રવાસના ફોટા સોશિયલ મીડિયામાં જોવા મળ્યાં છે, પરંતુ અત્યારે નરેન્દ્ર મોદી તમિલનાડુના પ્રવાસે પહોંચ્યાં છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામેશ્વરમના રામનાથપુરમ ખાતે નવા પંબન પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. એટલું જ નહીં, પરંતુ તમિલનાડુના વિકાસ વિશે અંગે પણ વાત કરી હતીય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીને પણ સંબોધિત કરતા તમિલનાડુની ડીએમકે સરકાર અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પર પણ નિશાન સાધ્યું હતું.

2014 પછી તમિલનાડુમાં કેન્દ્રમાંથી વધારે નાણાકીય મદદ મળી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરોક્ષ રીતે નિશાન સાધતા કહ્યું કે, કેટલાક લોકોને હંમેશાં રડવાની આદત હોય છે. વધુમાં વિકાસની વાતો પર પણ ભાર મૂક્યો હતો. ભારતના વિકાસમાં તમિલનાડુનો ફોળો સૌથી વધારે રહ્યો છે. આ સાથે કેન્દ્રની વાત કરી કે, 2014 પછી તમિલનાડુમાં કેન્દ્રમાંથી સારી એવી નાણાકીય મદદ આવી છે. છતાં પણ કેટલાકો લોકો કોઈ કારણ વગર જ રોતા રહેતા હોય છે. મહત્વની વાત એ છે નરેન્દ્ર મોદીએ આ વાત તમિલનાડુના મુખ્યમંત્રીને લઈને કહી હતી.

રેલેવે બજેટમાં 6,000 કરોડથી વધુ રૂપિયાની ફાળવણી

X

પોતાના ભાષણમાં પીએમ મોદીએ નાણાકીય મદદના આંકડાની પણ વાત કરી હતી, કહ્યું કે, 2014 પહેલા રેલ્વે પ્રોજેક્ટ માટે દર વર્ષે ફક્ત 900 કરોડ રૂપિયા મળતા હતા. આ વર્ષે, તમિલનાડુનું રેલ્વે બજેટ 6,000 કરોડથી પણ વધારે રૂપિયા મળ્યાં છે અને ભારત સરકાર અહીં 77 રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ પણ કરી રહી છે. રામેશ્વરમ રેલવે સ્ટેશન પણ આમાં સામેલ છે. મહત્વની વાત એ છે કે, તમિલનાડુના વિકાસ માટે કેન્દ્ર સરકારે સારી એવી મદદ કરી છે, તેમ છતાં અહીંની સરકાર કહેતી રહે છે કે, કેન્દ્રમાંથી કોઈ સહાય આપવામાં નથી આવતી તેને લઈને પીએમ મોદીએ પરોક્ષ રીતે કટાક્ષ કર્યો હતો.

પીએમ મોદીએ છેલ્લા 10 વર્ષમાં થયેલા વિકાસની વાત કરી

X

વડા પ્રધાન મોદીએ કહ્યું છે, ભારતને છેલ્લા 10 વર્ષમાં સારો એવો વિકાસ કર્યો અને અર્થવ્યવસ્થામાં પણ બે ઘણો સુધારો લાવ્યો છે. આટલા ઝડપી વિકાસનું એક મુખ્ય કારણ આપણી ઉત્તમ આધુનિક માળખાગત સુવિધા છે. વધુમાં કહ્યું કે, છેલ્લા આ 10 વર્ષમાં રેલવે, રસ્તાઓ, એરપોર્ટ, બંદરો, વીજળી, પાણી અને ગેસ પાઇપલાઇન જેવા માળખાગત સુવિધાઓ માટેના બજેટમાં લગભગ 6 ગણો વધારો કર્યો હોવાનું જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button