ટોપ ન્યૂઝનેશનલ

સવારે નેપાળમાં ભૂકંપ આવ્યો, બિહાર, યુપી, બંગાળ, દિલ્હી અને ઝારખંડમાં આંચકા અનુભવાયા

અમદાવાદ: રવિવારે સવારે નેપાળમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. નેપાળમાં આવેલા ભૂકંપને કારણે બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને ઝારખંડમાં આંચકા અનુભવાયા હતા. જો કે, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ઓછી હતી, કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.

નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, સવારે 7:39 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળના ધાડિંગ જિલ્લામાં હતું. ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા ઓછી હતી, તેથી લોકોએ જાણ પણ ના થઇ.

અહેવાલો અનુસાર, નેપાળમાં આવેલા ભૂકંપના આંચકા બિહાર-યુપી ઉપરાંત ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સુધી અનુભવાયા હતા. ઉત્તર પ્રદેશના મહારાજગંજ, થૂથીબાડી, સૈનોલી, સિદ્ધાર્થનગર, બહરાઈચ, શ્રાવસ્તી, લખનૌ, પ્રયાગરાજમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિહારમાં રક્સૌલ અને મધુબની સહિતના સરહદી જિલ્લાઓમાં અસર વધુ જોવા મળી હતી. અહીં પટના, ગયા, પશ્ચિમ ચંપારણ, સારણ, સિવાન, ગોપાલગંજ, વાલ્મીકિનગર, બેતિયા, મોતિહારીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button